ફરિયાદ:બહેનને મળવા જવાનું કહી નીકળેલો યુવાન ગુમ

નવસારી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છાપરા રોડથી વલસાડ જવા નીકળ્યો હતો

નવસારીમાં છાપરા રોડ ખાતે રહેતા યુવાન તેની બહેન વલસાડ ખાતે રહે છે. તેને મળવા માટે મોપેડ ઉપર જાઉં છું તેમ કહી પરત ઘરે ન આવતા તેના પિતાએ શોધખોળ કર્યા બાદ મળી ન આવતા ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોસઈ એન.બી.સોલંકી કરી રહ્યા છે. અનિલ શાંતિલાલ દેસાઈ રહે.છાપરા રોડ નવસારી તેના પુત્ર ચિરાગ ઉ.વ.37 અને પરિવાર સાથે રહે છે. તેમની બહેન વલસાડ ખાતે રહેતી હોય તા.6 ઓક્ટોબરના રોજ તેમને મળવા માટે મોપેડ નંબર GJ 21 BG 9270 ઉપર ઘરેથી બપોરે જવા નીકળ્યો હતો. ઘરે પરત ન ફરતા તેમના સ્વજનોએ તેમની શોધખોળ કરતા મળી ન આવતા તેમના પિતા અનિલ દેસાઈએ ગ્રામ્ય પોલીસ મથકે પુત્ર ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. ચિરાગ માનસિક રીતે બીમાર અને બી.એસ.સી સુધીનો અભ્યાસ કરેલો છે.

ગુમ થનાર ચિરાગે શરીરે બ્લ્યુ કલરનું જીન્સ પેંટ તથા આછા લીલા કલરનો ટુંકી બાયનો શર્ટ જે શર્ટ પર નાના-નાના ફૂલની ડિઝાઇન છે તથા પગે કાળા કલરના ચપ્પલ પહેરેલ છે. શરીર ઘઉવર્ણ છે જે મજબૂત બાધાનો છે. જેની ઉચાઇ આશરે 5.1 ફૂટની છે. જેઓ માનસિક બિમાર હોઇ. જે ગુજરાતી તથા હિંદી તથા અંગ્રેજી ભાષા જાણે છે. ચિરાગના અચાનક ગુમ થવા અંગે પોલીસે તપાસ શરૂ કરી છે પરંતુ તેનું હજુ સુધી પત્તો લાગ્યો ન હોવાની િવગત સાંપડી છે. તેની વધુ તપાસ પોસઈ એન.બી.સોલંકી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...