તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

જામીન નાંમજૂર:ચાંપલધરા મંડળીમાં 1.41 કરોડની ઉચાપતમાં મંત્રીના આગોતરા રદ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુરાવા નાશ કરવાની શક્યતાની દલીલ ગ્રાહ્ય રખાઇ

વાંસદાનાં ચાંપલધરા સેવા સહકારી મંડળીમાં હરીસિંહ અભેસિંહ પરમાર (ઉ.વ.63, રહે. વચલા ફળિયા, ચાંપલધરા) મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. સહકારી મંડળીનું વર્ષ 2016થી 2019 સુધીનું ઓડિટ ઓડિટર મહેશ તમાકુવાળાએ કર્યું હતું. ઓડિટ દરમિયાન મંત્રી હરીસિંહ અભેસિંહ પરમાર અને ક્લાર્ક ઈશ્વર ગુલાબ પટેલે એકબીજાની મદદગારીથી રાસાયણિક ખાતર કંપની તરફથી ખરીદીનાં બીલો જે તારીખે સંસ્થાને માલ વેચ્યો તે પ્રમાણે સંસ્થાનાં દફતરે લેવાના બદલે મોડા દફતરે લીધા હતા અને આ સંસ્થામાં રોકડ વેચાયેલા ખાતર તેજ તારીખે વેચાણ રજીસ્ટર અને રોજમેળ ખાતાવહીમાં જમા નહીં કરીને રૂ. 1.41 કરોડની ઉચાપત કરી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ આપવામાં આવી હતી. આ ફરિયાદ બાદ મંત્રી હરીસિહ પરમાર ફરાર જાહેર થયો હતો અને કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી.

આ કેસમાં સરકાર તરફથી તુષાર સુળેએ કોર્ટમાં દલીલો કરી કે મંત્રી હરીસિહ અભેસિંહ પરમારના જામીન મંજૂર કરવામાં આવે તો આ કેસનાં સાહેદો અને દસ્તાવેજી પુરાવા સાથે ચેડા કરે, પુરાવાનો નાશ કરે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. જો જામીન ઉપર મુક્ત કરવામાં આવે તો નાણાંકીય ઉચાપત કરનારા શખસોને પ્રેરક બળ મળશે. હાલ ગુનાની તપાસ ચાલુ છે. વધુ તપાસની જરૂરીયાત જણાઈ આવે છે જેથી જામીન મંજૂર ન કરવા જણાવ્યું હતું. કોર્ટે બંને પક્ષની દલીલોને ધ્યાને લઈને આરોપી તરફથી યોગ્ય સહકાર મળ્યો નથી તેવું તપાસ કરનારા અધિકારીએ જણાવ્યું હોય જેને લઈને મંત્રી હરીસિંહ પરમારના આગોતરા જામીન નાંમજૂર કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો