• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Minister Naresh Patel Celebrated The Birthday Of The Forest Protecting The Environment By Cutting A Cake. A Unique Story Of A Forest Of Competing Trees

અનોખી ઉજવણી:પર્યાવરણનું રક્ષણ કરતા જંગલનો જન્મદિવસ મંત્રી નરેશ પટેલે કેક કાપી ઉજવ્યો. એકબીજા સાથે હરિફાઈ કરી ઉછેરેલા વૃક્ષોના જંગલની અનોખી કહાની

નવસારીએક મહિનો પહેલા
  • જંગલ નો જન્મ દિવસની પ્રથમ વખત ઉજવાયો.

માનવીનો જન્મ દિવસ ઉજવવાનો ઉત્સાહ સમજી શકાય છે. પરંતુ નવસારીના બીલીમોરામાં આજે બાયો જૈવ વૈવિધતા પર બનેલ મિયાવાકી જંગલનો આજે પ્રથમ જન્મ દિવસ અન્ન અને પુરવઠા પ્રધાન નરેશ પટેલના હસ્તે કેક કાપીને ઉજવાયો હતો. કોઈ જંગલનો બર્થડે ઉજવાયો હોય એવો કદાચ ગુજરાતનો આ પ્રથમ પ્રસંગ હશે.

બીલીમોરાના હરિયાળી ગ્રુપ દ્વારા શહેરની નજીક આવેલા આંતલિયા GIDCની ઓફીસ પાછળની પડતર જમીનમાં એક વર્ષ અગાઉ મિયાવાકી કોન્સેપ્ટ પર જંગલ ઉભું કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક વૃક્ષો સહિત ગુજરાત, ભારત અને વિશ્વના અનેક ખૂણાઓમાંથી જાણીતા વૃક્ષો લાવી નજીક નજીક વાવવામાં આવ્યા હતા. જૈવ વિવિધતાને ધ્યાને લઇ બનાવવામાં આવેલા આ જંગલમાં અનેક પ્રજાતિના 150 થી વધુ વૃક્ષો વવાયા હતા, જેની જાળવણી ગ્રુપના યુવાનો દ્વારા કરવામાં આવી અને એના ફળ સ્વરૂપે આજે અલગ અલગ પ્રદેશમાં થતા અને અહીં ઉગી શકે એવી શક્યયતા જ ન હોવા છતાં બધાના આશ્ચર્ય વચ્ચે ઠંડા પ્રદેશના વૃક્ષો પણ સારી રીતે ઉછેર પામ્યા છે. જેથી વૃક્ષો વચ્ચે ઓછી જગ્યા સાથે ઉછરેલા વૃક્ષોએ એકબીજા વચ્ચે સ્પર્ધા કરી, પોતાના જીવનને ટકાવ્યુ અને આજે જંગલ હરિયાળુ બની રહ્યુ છે.

બીલીમોરાના જૈવ વિવિધતા મિયાવાકી જંગલની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે અન્ન અને પુરવઠા પ્રધાન નરેશ પટેલના હસ્તે કેક કાપી ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે પુરવઠા પ્રધાન નરેશ પટેલ અને નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ગ્રુપની વેબસાઇટ hriyali.net નું પણ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. પુરવઠા પ્રધાન નરેશ પટેલે મિયાવાકી જંગલને જાળવી અને એનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હોય એવો પ્રથમ પ્રસંગ છે. ક્લાઈમેટ ચેન્જ સામે પણ જંગલ ટકાવવા જરૂરી છે, ત્યારે હરિયાળી ગ્રુપના આ પ્રયાસને પુરવઠા પ્રધાને શુભેચ્છા પાઠવી અન્યોને પણ પ્રેરણા લેવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...