વ્યવસ્થા:વિજલપોરનો વોટર પ્લાન્ટ માટે દુધિયા તળાવ મોડેલ અપનાવાયુ,ક્લોરીનેશન, ફીલિંગની સમસ્યા દૂર કરવા પ્રયાસ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યોજના પૂર્ણ થઈ પણ મીઠુ, શુદ્ધ પાણી મળ્યું નથી

વિજલપોરની બંધ પડેલ પાણી યોજનાને ચાલુ કરવા ક્લોરીનેશન સિસ્ટમ ઠીક કરવા પાલિકાએ દુધિયા તળાવ મોડેલ અપનાવ્યું છે.નવસારી બાદ વિજલપોરમાં પણ મીઠુ, શુદ્ધ પાણી મળે તે માટે 2012-13ના અરસામાં મધુર જળ યોજના સરકારે મંજુર કરી હતી.ત્યારબાદ જીયુડીસી દ્વારા અહીંની પાણી યોજનાનું કામ આગળ ધપાવ્યું હતું,જે આજથી આશરે 4 વર્ષ અગાઉ તૈયાર પણ થઈ ગઈ હતી. યોજના બની અને કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો છતાં આજદિન સુધી તેમાંથી સમગ્ર વિજલપોરને પાણી આપી શકાયું નથી.

જોકે વિજલપોરનો નવસારી-વિજલપોર નગરપાલિકામાં સમાવેશ કરાયા બાદ હાલ પાલિકા પ્રમુખ જીગીશ શાહ, પાણી સમિતિ ચેરમેન પ્રશાંત દેસાઈ અને તેમની ટીમે આ બંધ વોટર પ્લાન્ટને કાર્યરત કરવા બીડું ઝડપ્યું છે. આ માટે અંદાજે 25 લાખ રૂપિયાનો ખર્ચ પણ મંજૂર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ પ્લાન્ટમાં ક્લોરીનેશન ફીલિંગમાં સમસ્યા જણાઈ છે કે દૂર કરવા નવસારીના દુધિયા તળાવની તરેહ પર ક્લોરીનેશન, ફીલિંગ કરવાનો નિર્ણય લેવાયો છે. સફાઈ સાથે હાલ ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે, જેમાં સફળતા મળવાનો પાલિકાને આશાવાદ છે.

અન્ય સમાચારો પણ છે...