હવામાન:10 કિમી ઝડપે પવન વચ્ચે પારો 35 ડિગ્રીએ, શહેરમાં ફૂકાયેલ પવનનાં કારણે ધૂળની ડમરી પણ ઉડી

નવસારી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારીમાં બે દિવસ થી પ્રતિ કલાકે 10 કિમીની ઝડપે ફૂકાયેલ પવનોને કારણે જિલ્લાવાસીઓને ગરમીથી રાહત મેળવી હતી. જેમાં મહતમ તાપમાન 35 ડીગ્રી મહતમ નોંધાયું હતું. નવસારી કૃષિ યુનીવર્સીટી ખાતેથી પ્રાપ્ત વિગત મુજબ ગુરૂવારે મહતમ તાપમાન 35 ડીગ્રી અને લઘુતમ તાપમાન 29 ડીગ્રી નોંધાયું હતું. છેલ્લા બે દિવસથી પવનની દિશા દક્ષીણથી પશ્ચિમ દિશા બદલાતા પવનની ગતિ પ્રતિ કલાકે 10.7 કિમી નોંધાઈ હતી. શહેરમાં ફૂકાયેલ પવનનાં કારણે ધૂળની ડમરી પણ ઉડી હતી, જો કે પવનથી  ગરમીથી રાહત થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...