દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર:નવસારીના મહાવીર કરુણા મંડળના સભ્યોનું 'પક્ષી બચાઓ' અભિયાન શરૂ, ગઈકાલે 15થી 20 પક્ષીઓનો જીવ બચાવાયો

નવસારી5 દિવસ પહેલા
  • છેલ્લા 13 વર્ષથી મહાવીર કરુણા મંડળની 25 સભ્યોની ટીમ દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર અપાવે છે
  • એક બર્ડ એમ્બ્યુલન્સમાં ડૉક્ટરની ટીમ શહેરમાં ફરીને પક્ષીઓને સારવાર અપાવે છે

મકરસંક્રાંતિના તહેવારે ધારદાર દોરાથી ઘાયલ થતા પક્ષીઓની સેવા કરતી સામાજિક સંસ્થાની ટીમે આ વખતે પણ સેવા કરવાનો સંકલ્પ કર્યો છે અને ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર આપી નવજીવન આપવા માટે કમર કસી છે. નોંધનીય છે કે છેલ્લા 13 વર્ષથી નવસારી શહેરમાં શ્રી ભગવાન મહાવીર કરુણા મંડળની 25 સભ્યોની ટીમ ખડેપગે મકરક્રાંતિને દિવસે દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર અપાવે છે.

કુદરતે પક્ષીઓને નિહાળવા માટે આકાશની વ્યવસ્થા કરી આપી છે. તેમાં વિક્ષેપ પાડવા માટે મનુષ્ય પતંગના દોરાથી તેમના જીવનને ખતરો ઊભો કરે છે.

મકરક્રાંતિમાં પતંગ રસિયાઓ કાચથી મંજાવેલી દોરી વાળી પતંગ ચગાવે છે. જેના કારણે તેમને પેચ કાપવાનો આનંદ તો આવે છે પરંતુ આનંદ કોઈની ચિચિયારી પણ બને છે. જેને કારણે પક્ષીઓનો માળો વિખેરાઈ જાય છે. ત્યારે જીવદયા પ્રેમી સંસ્થાઓ આ મામલે દર વખતે પોતાની ફરજ નિભાવતા હોય છે. જેના ભાગરૂપે આ વર્ષે પણ મહાવીર કરુણા મંડળના સભ્યોએ પક્ષીઓનો જીવ બચાવવાનું અભિયાન ચલાવ્યું છે. જેમણે ગઈકાલે 13મી જાન્યુઆરીએ 15થી 20 પક્ષીઓનો જીવ બચાવ્યો છે. નોંધનીય છે કે એક બર્ડ એમ્બ્યુલન્સમાં ડૉક્ટરની ટિમ શહેરમાં ફરીને પક્ષીઓને સારવાર અપાવે છે. ઉપરાંત જો કોઈને ઘાયલ પક્ષી નજરે પડે તો 9998615759 નંબર પર સમ્પર્ક કરવા પણ વિનંતી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...