• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Mehsana's Team Won The Toss And Scored 83 Runs For 9 Wickets In 20 Overs, While Baroda Yellow Scored 84 Runs For 1 Wicket In 13.2 Overs.

ક્રિકેટ ફિવર:મહેસાણાની ટીમે ટોસ જીતી 20 ઓવરમાં 9 વિકેટે 83 રન કર્યા તો બરોડા યલોએ 13.2ઓવરમાં જ 1 વિકેટે 84 રન કરી લેતા ચેમ્પિયન

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બરોડા ક્રિકેટ અેસો. દ્વારા આદિત્ય બિરલા કેપિટલ ઇન્ટર ડિસ્ટ્રિ. ટી-20 વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ પૂર્ણ

નવસારીના નારણ લાલા કોલેજ મેદાન પર ઈન્ટર ડિસ્ટ્રિક્ટ ટી-20 વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાઇનલમાં બરોડા યલો ટીમે મહેસાણા ટીમને હરાવી ટ્રોફી તેમના નામે કરી હતી. બાદમાં અંડર-15 બરોડાની ટીમની પસંદગીમાં નવસારીની 3 મહિલા ખેલાડી પસંદગી થઈ હતી.

બરોડા ક્રિકેટ અસોસિએશન દ્વારા આદિત્ય બિરલા કેપિટલ ઇન્ટર ડિસ્ટ્રિકટ ટી-20 વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ નવસારીની નારણ લાલા કોલેજના મેદાનમાં યોજાઇ હતી. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ બરોડા યલો અને મહેસાણાની ટીમ વચ્ચે રમાઇ હતી. ફાયનલ મેચમાં મહેસાણાની ટીમે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 83 રન કર્યા હતા, જેમાં નેહા પટેલના 19 બોલમાં 29 રન મુખ્ય હતા. જેના જવાબમાં બરોડા યલો ટીમે 13.2 ઓવરમાં 1 વિકેટે 84 રન કરીને ચેમ્પિયન બની હતી. ઇનામ વિતરણ સમારંભમાં બેસ્ટ વુમન બેટર ઓફ ઘી ટુર્નામેન્ટ મેસવી પોકાર બની હતી.

જેમને ગીતા ગાયકવાડ અને રૂબીના સૈયદ દ્વારા, બેસ્ટ વુમન બોલર ઓફ ઘી ટુર્નામેન્ટ નીલાક્ષી યાદવ જેમને પ્રિયંકા વર્મા અને પલક કંસારા દ્વારા, બેસ્ટ વુમન પ્લેયર ઓફ ઘી ટુર્નામેન્ટ નેહા પટેલ બની હતી જેમને સંજીવ સાવંત અને ડો. મયુર પટેલ દ્વારા, રનર્સઅપ ટીમ મહેસાણાને ડો. દિનુભાઈ નાયક અને ચેમ્પિયન બરોડા યલો ટીમને અપ્રીતા પટેલ દ્વારા ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

આ સમારંભમાં ICA ના એપેક્ષ કમિટી મેમ્બર અપ્રીતા પટેલ, નારણ લાલા કોલેજ ના ડાયરેકટર ડો. દીનુભાઈ નાયક, BCA સિનયર HR પ્રિયંકા વર્મા, વુમન ક્રિકેટ કો.ઓર્ડિનેટર ગીતા ગાયકવાડ, ડિસ્ટ્રિકટ હેડ સંજીવ સાવંત, નારણ લાલા કોલેજના શા. શિ. ના પ્રાધ્યાપક ડો. મયુર પટેલ, સિલેકટર રૂબીના સૈયદ, પલક કંસારા ઉપસ્થિત રહ્યાં હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. મયુર પટેલ અને હેડ કોચ અરવિંદ પટેલે કર્યું હતું.

નવસારીની પસંદગી પામેલ 3 ખેલાડી
આ સ્પર્ધા દરમિયાન U-15 બરોડાની ટીમની પસંદગી કરવામાં આવી હતી. જેમાં નવસારીની 3 અને મહેસાણાની 2 અને બરોડાની 11 ખેલાડીની પસંદગી થઇ હતી. જેમાં નવસારી જિલ્લાની પસંદગી પામેલી 3 ખેલાડીમાં એબી સ્કૂલની આર્યા મહેતા, સ્વામિનારાયણ સ્કૂલની સ્વાતિ જાહ અને ધમડાછા એમ.જી.વશી સ્કૂલની કાવ્યાંજલિ પટેલનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...