તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Megharaja's Entry, District Jalbambakar, 4 Inches In Jalalpore, 3.5 Inches In Gandevi, 2.75 Inches In Navsari, 3 Hours Lightning In Kabilpore Area

ચોમાસાનો પ્રારંભ:મેઘરાજાની એન્ટ્રી, જિલ્લો જળબંબાકાર, જલાલપોરમાં 4 ઇંચ, ગણદેવીમાં 3.5 ઇંચ, નવસારીમાં 2.75 ઇંચ વરસાદ, કબીલપોર વિસ્તારમાં 3 કલાક વીજડૂલ

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઠેર-ઠેર ટ્રાફિકથી વાહનચાલકો પરેશાન - Divya Bhaskar
ઠેર-ઠેર ટ્રાફિકથી વાહનચાલકો પરેશાન
  • નવસારી અને બીલીમોરા નગરપાલિકાના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
  • તાઉતેની તારાજીથી પણ તંત્રે બોધપાઠ ન લીધો

નવસારી જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ એક સપ્તાહ પહેલા થયો હતો. નવસારીમાં ગુરુવારે મેઘરાજાની વિધિવત એન્ટ્રી થઈ હતી. ચાેમાસાની શરૂઆતમાં જ નવસારી-વિજલપાેર પાલિકાની પ્રિમાેન્સુન કામગીરીના ધજાગરા ઉડ્યાં હતા. આ અગાઉ પણ વરસાદી ઝાંપટા પડ્યાં ત્યારે પાલિકાઅે પૂરતી કામગીરીના કરતા ચાેમાસાની શરૂઆતમાં જ ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા. જેને કારણે વાહન ચાલકાેને હાલાકી ભાેગવવી પડી હતી. પાલિકા સત્તાધીશાેઅે અગાઉના સામાન્ય વરસાદને ધ્યાને લઇ જે કામગીરી કરવાની હતી. તેમાં નવસારી ઉપરાંત બીલીમાેરા પાલિકા પણ નિષ્ફળ રહી હાેય તેવું સ્થિતિ જાેતા સ્પષ્ટ થયું છે.

જલાલપોર
જલાલપોર

હવે આખુ ચાેમાસુ લાેકાેઅે તેને ભાેગ બનવું પડશે. અે કહેવું અતિશયાેક્તિ નહીં ગણાય.નવસારીમાં વારસાદની વાત કરીઅે તાે નવસારીમાં પોણા ત્રણ ઇંચ, જલાલપોરમા 2.75 ઇંચ, ગણદેવીમાં 3.5 ઇંચ, ચીખલીમાં 1 ઇંચ, ખેરગામમાં પોણા બે ઇંચ અને વાંસદામાં 2 મિમી વરસાદ પડ્યો હતો. વરસાદની એન્ટ્રી થતા કબીલપોર વિસ્તારમાં 3 કલાક વીજડૂલ થઈ ગઈ હતી. જછેલ્લા 24 કલાકમાં દરેક તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં નવસારીમાં 70 મિમી, જલાલપોરમાં 92 મિમી, ગણદેવીમાં 85 મિમી, ચીખલીમાં 26 મિમી, ખેરગામમાં 46 મિમી અને વાંસદામાં 2 મિમી વરસાદ નોંધાયો હતો.

નવસારી
નવસારી

નવસારીમાં લુન્સીકૂઈ, ગ્રીડ ચોકડી પાસે, મંકોડિયા રોડ અને શહેરના માર્ગો પર નિકાલનો કોઈ માર્ગ નહીં હોય પાણી રાજમાર્ગો અને નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.નવસારીમાં એરૂ રોડ પર પોલીસ હેડ ક્વાર્ટર આવેલું હોય ત્યાંથી મેઈન્ટેનન્સ માટે જતી જીપ નંબર (GJ AT Navsari) પર વિશાળ વૃક્ષ પડતા ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. જીપનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. વૃક્ષ પડવાને કારણે દાંડી ગામ તરફ જતા માર્ગ પર ટ્રાફિક જામ થયો હતો. હાલ ભારતીય મોસમ વિભાગે પણ 18મી જૂને પણ નવસારી જિલ્લામાં છુટોછવાયો વરસાદ પડવાની આગાહી કરી છે.

નવસારીમાં 24 કલાકનો વરસાદ

તાલુકાનોંધાયેલો વરસાદ
નવસારી70 મિમી
જલાલપોર92 મિમી
ગણદેવી85 મિમી
ચીખલી26 મિમી
ખેરગામ46 મિમી
વાંસદા2 મિમી

(બુધવારે સાંજે 4 થી ગુરૂવારે સાંજે 4 સુધી)

નવસારી-વિજલપોર પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરી કરાતી હોય છે. ગુરૂવારે સવારે પડેલા વરસાદે પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી હતી. પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા નહીં કરવામાં આવતા પાણી રાજમાર્ગો પર ભરાયા હતા. જોકે સ્થાનિકોએ જાતે પાણી નિકાલની વ્યવસ્થા કરી હોવાનું જાણવા મળ્યું છે.

મહત્તમ તાપમાન 3 ડિગ્રી ઘટ્યું, ભેજનું પ્રમાણ વધ્યું
નવસારીમાં ગુરુવારે મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રી ઘટી 29.5 નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 24.5 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 87 ટકા હતું, બપોરે ભેજમાં વધારો થતા 92 નોંધાયું હતું. ગુરુવારે દિવસ દરમિયાન આકાશમાં થોડા સમય માટે જ સુરજદાદાની હાજરી દેખાઈ હતી.

બીલીમોરા
બીલીમોરા

બીલીમોરા સહિત ગણદેવી તાલુકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
બીલીમોરા સહિત ગણદેવી તાલુકામાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી સાડા ત્રણ ઇંચ (85 મિ.મી.) નોંધાવા સાથે મોસમનો 96 મિ.મી. 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. પહેલા વરસાદે જ પાલિકાની પ્રિ-મોન્સૂ કામગીરી પોલ ઉઘાડી કરી દીધી હતી. બીલીમોરાના માર્ગો ઉપર ઠેર ઠેર પાણીના ખાબોચીયા ભરાયા હતા. બીલીમોરા રેલવે અંડરપાસમાં પાણીના ભરાવાના કારણે રેલવે ફાટક પર ટ્રાફિકના દૃશ્યો સર્જાયા હતા તેમજ જાહેર માર્ગો પર ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા.

જય જલારામ હોટલ પાસે, પ્રજાપતિ વાડી પાસે પાણી ભરાયા હતા. જોકે તાલુકામાં કોઈપણ જગ્યાએ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો, સાડા ત્રણ ઇંચ વરસાદ વચ્ચે અંબિકા નદીમાં નવા નીરની આવક થઈ હતી. વાવણીલાયક વરસાદને પગલે ખેડૂતો ખેતીકામમાં જોતરાયા હતા. બીજી તરફ પાલિકા વિસ્તારની પ્રિમોન્સુન કામગીરીને લઇને પણ અનેક સવાલો ઉભા થયા છે.

સાપુતારા, આહવા, વઘઇ પંથકના પૂર્વપટ્ટીનાં ગામોમાં વરસાદી ઝાંપટા, જૂન માસના પ્રારંભથી જ ડાંગમાં વરસાદની હેલી
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ સહિત પૂર્વપટ્ટીનાં ગામડાઓમાં ગુરૂવારે સમયાંતરે વરસાદી ઝાપટા પડતા સર્વત્ર પંથકોમાં શીતલહેર વ્યાપી ગઈ હતી. ડાંગ જિલ્લામાં જૂન મહિનાનાં પ્રારંભમાં એક સપ્તાહ સુધી સતત વરસાદ પડતા વિધિવત ચોમાસાનું આગમન થયું હતું. બાદમાં સમયાંતરે એક બે દિવસનાં વિરામ બાદ વરસાદી ઝાપટા પડતા સમગ્ર પંથકોમાં શીતલહેર વ્યાપી ગઈ છે. ડાંગના ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ, સુબીર સહિત પૂર્વપટ્ટીના ગામડામાં ગુરુવારે અસહ્ય બફારા બાદ સમયાંતરે વરસાદી ઝાપટાનો માહોલ સર્જાતા સમગ્ર પંથકોમાં શીતલહેર વ્યાપી ગઈ છે. સાપુતારામાં વરસાદ બાદ રોજેરોજ સર્જાતું ધુમ્મસીયા વાતાવરણ પ્રવાસીઓનાં મનને પ્રફુલ્લિત કરી રહ્યું છે. ડાંગમાં સમયાંતરે પડી રહેલા વરસાદી માહોલનાં પગલે ડાંગી ખેડૂતો ખેતીકામોમાં વ્યસ્ત જોવા મળી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...