ગીરાધોધનો અદભુત નજારો:મેઘરાજાએ મહેર કરતા ડાંગ જિલ્લાનો ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો, મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડયા

નવસારી3 મહિનો પહેલા
  • ધસમસતા પ્રવાહથી સાવચેત રહેવા કલેક્ટરે લોકોને અપીલ કરી

દક્ષિણ ગુજરાતમાં 10 મી જુલાઈ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેને પગલે ઠેર-ઠેર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ડાંગ જિલ્લામાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા જિલ્લામાં અનેક ધોધ આવ્યાં છે જે પૈકીના સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બનેલો ગીરાધોધ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠે છે અને આ દ્રશ્યને જોવા માટે દૂર દૂરથી સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. જોકે, કોઈ હોનારત ન થાય અને કોઈ સહેલાણી ગીરાધોધની વધુ નજીક જઈને અકસ્માત ન નોતરે તેને લઈ કલેક્ટરે લોકોને સાવધ રહેવા અપીલ કરી છે.

ગીરાધોધ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર
ડાંગ જિલ્લામાં અવિરત વરસી રહેલા વરસાદને પગલે અહીં કુદરતી વાતાવરણમાં ચાર ચાદ લાગે છે. જિલ્લામાં આવેલા અનેક ધોધ પૈકી સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર ગીરાધોધ છે. આ વર્ષે પણ ગીરાધોધનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ત્યારે ધોધના ધસમસતા પાણીના પ્રવાહમાં કોઈ વહી ન જાય તે માટેની તકેદારી રાખવા માટે વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાએ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.

ભાવિન પંડ્યા, કલેક્ટર
ભાવિન પંડ્યા, કલેક્ટર

લો લેવલ લોઝવે પર સિક્યુરિટી તૈનાત
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈ ડાંગ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ડુંગરાળ પ્રદેશ એવા ડાંગ જિલ્લાની પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખતા કલેક્ટર ભાવિન પંડ્યાએ, જિલ્લાના લો લેવલ કોઝ વે સહિતના માર્ગો ઉપર ઠેર-ઠેર સિક્યુરિટી ગાર્ડને તૈનાત કરવાની જાહેરાત કરી છે. તેમજ કોઈ વાહન ચાલકો, પશુપાલકો, સ્થાનિક ગ્રામજનો જોખમી રીતે માર્ગ, કોઝ વે કે પુલ પરથી પસાર ન થાય તેની તકેદારી રાખવાની સૂચના આપી છે. તાલુકા કક્ષાએ વરસાદી પાણી, ભુસ્ખલન સહિતના કારણોસર ઉદભવતી ગંદકી, કાદવ કીચડ, કે વૃક્ષો ધરાશાયી થવાના પ્રસંગે તાત્કાલિક આવો મલબો હટાવવાની પણ સંબંધિત અધિકારીને સૂચના આપી છે. ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓને પણ જોખમી જગ્યાએ સેલ્ફી કે ફોટોગ્રાફ્સ ન લેવા માટે કલક્ટરે વિનંતી કરી છે.

અન્ય સમાચારો પણ છે...