વેસ્ટર્ન રેલવેના ટ્રાફિકને અસર:મરોલી-નવસારી-સંજાણ વચ્ચે રેલવે ઓવરબ્રિજનું ગર્ડર મૂકવાનું હોવાથી મેગા બ્લોક લેવાયો, મુંબઇ જતી કેટલીક ટ્રેનો મોડી અને રદ્દ થઈ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંદાજીત 2 કલાકના મેગા બ્લોક દરમિયાન બ્રિજના 7 ગર્ડર ફીટ કરવામાં આવશે
  • નવસારી પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડવા માટે રેલવે ઓવરબ્રિજની કામગીરી હાલમાં કાર્યરત

નવસારી-મરોલી અને સંજાણ ભીલાડ રેલ્વે સ્ટેશન વચ્ચે આજે મેગા બ્લોકની કામગીરી કરવામાંઆવી રહી છે. રેલ્વે ઓવરબ્રિજ પર ગર્ડર ચઢાવવાની કામગીરીને લઈ વેસ્ટર્ન રેલ્વે પર અનેક ટ્રેનો મોડી દોડશે. વેસ્ટર્ન રેલ્વેમાં યશ્વતપુર-બાર્મર એક્સપ્રેસ, અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસ, દિલ્હી સરાઈ રોહિલા એક્સપ્રેસ, કોચિવલી ચંદીગઢ એક્ટ્રેસ, વિરાર વલસાડ શટલ આ ટ્રેનો પોતાના નિર્ધારિત સમયથી 35 મિનિટથી એક કલાક સુધી મોડી ચાલશે. તો બીજી તરફ બાન્દ્રા ટર્મિનસથી વાપી સુધી આવનારી ટ્રેનને ઉમરગામ સુધી દોડાવવામાં આવશે તથા વાપી વિરાર શટલને આજે રદ કરવામાં આવી છે.

નવસારી પૂર્વ-પશ્ચિમ વિસ્તારને જોડતા રેલવે ઓવરબ્રિજની કામગીરીમાં રેલવેના અંદાજીત 2 કલાકના મેગા બ્લોક દરમિયાન બ્રિજના 7 ગર્ડર ફીટ કરવામાં આવશે. નવસારી પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડવા માટે ચાલતા રેલવે ઓવરબ્રિજની કામગીરી હાલમાં કાર્યરત છે. જેના ભાગરૂપે રેલવે દ્વારા બ્લોક લેવામાં આવ્યો છે. જેને લઇને વેસ્ટર્ન રેલવેના ટ્રાફિકને અસર થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...