તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીની પૂર્વ તૈયારી:આદર્શ આચારસંહિતાના કડક અમલ માટે ચૂંટણી નિરીક્ષકની અધિકારીઓ સાથે બેઠક

નવસારી21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મતગણતરી સ્ટાફની પૂર્વ તૈયારી અગાઉથી કરી લેવા ચૂંટણી નિરીક્ષકની તાકીદ

તાલુકા પંચાયત/જિલ્લા પંચાયત તથા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-2021 ચુંટણી અન્વયે ચૂંટણી નિરીક્ષક અંજના એન.પટેલે ચૂંટણીને અનુલક્ષીને આચારસંહિતાના કડક અમલ માટે ઉચ્ચ અધિકારીઓ/ મદદનીશ ચૂંટણી અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને ચીફ ઓફિસરોને સમગ્ર નવસારી જિલ્લાના વિવિધ સ્થળોએથી પોસ્ટર્સ, ભીંતચિત્રો, બેનરો તાત્કાલિક અસરથી દૂર કરવા સાથે આદર્શ આચારસંહિતાના પાલન બાબતે જરૂરી વિગતો કલેકટરાલયના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં વિગતો મેળવી હતી.

ગાંધીનગરના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ અને ચૂંટણી નિરીક્ષક અંજના પટેલે આદર્શ આચારસંહિતા અમલ તથા મતગણતરી સ્ટાફની પૂર્વ તૈયારી અગાઉથી કરી લેવા જણાવ્યું હતું તેમજ જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી સોંપેલ તમામ અધિકારીઓને ઇલેકશન કમિશનની ગાઇડલાઇન મુજબ સંપૂર્ણ જવાબદારીથી કામગીરી કરવા અને તમામ પાસાઓ પર નજર રાખવા ચૂંટણી નિરીક્ષકે અનુરોધ કર્યો હતો. કોવિડ-19ની ગાઇડલાઇનનું ચૂસ્ત પાલન કરવામાં આવે અને તે સંદર્ભે અન્ય કર્મચારીઓને પણ તે અંગે ધ્યાન દોરવામાં આવે તેવો બેઠકમાં અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી આર્દ્રા અગ્રવાલે જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં આચારસંહિતાના ચૂસ્ત અમલ માટે નોડલ અધિકારીઓ, મદદનીશ, ચૂંટણી અધિકારીઓ સહિતના સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે. બેઠક દરમિયાન ચૂંટણી આચારસંહિતાને લગતી કામગીરી અંગે તેમણે વધુ ઉમેર્યુ હતું કે, કોઇપણ સરકારી કે જાહેર મકાનોમાં પરવાનગી વગર રાજકીય પક્ષો દ્વારા પોસ્ટર્સ કે બેનરો કે હોર્ડિંગ્સ કે લખાણ કરી શકશે નહીં ઉપરાંત કોઇપણ રાજકીય પક્ષે સભા કરવી હોય કે સરઘસો કાઢવા હોય તો તે માટે પણ સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી લેવાની રહેશે. સક્ષમ અધિકારીની પરવાનગી વિના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહીં.

સરકારી વેબસાઇટ ઉપર રાજકીય પક્ષોના ફોટોગ્રાફસ, ચિત્રો દુર કરવા તેમણે બેઠકમાં તાકિદ કરી હતી. બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય, અધિક નિવાસી કલેકટર કે.જે.રાઠોડ, પ્રાંત અધિકારીઓ, નોડલ અધિકારીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીઓ વગેરે આ મહત્વપૂર્ણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો