બેઠક:નવસારીમાં પાવરગ્રીડ મુદ્દે બેઠક, જગ્યાનું કોકડું વધુ ગૂંચવાયું

નવસારી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અસરગ્રસ્તોની સમિતિની કલેકટર સાથે બેઠક
  • આગામી સમયમાં સાંસદને મળવાની શક્યતા

પાવરગ્રીડની વીજલાઈન મુદ્દે અસરગ્રસ્તોની સમન્વય સમિતિની શુક્રવારે જિલ્લા કલેકટર સાથે બેઠક યોજાઇ હતી. જ્યારથી પાવરગ્રીડ કોર્પોરેશનની 400 કે.વી. અને 765 કે.વી.ની વીજલાઈન નવસારી જિલ્લાના 45 જેટલા ગામોમાંથી પસાર થવાની તજવીજ શરૂ થઇ છે ત્યારથી અસરગ્રસ્ત ગામો અને તેના ખેડૂતોનાજીવ ઉંચા થયા છે. આ મુ્દ્દેવાંધાઓની સુનાવણી શરૂ થઇપણ પૂર્ણ થઈ નથી. આ દરમિયાન બુધવારે નવસારીની મુલાકાતે આવેલા સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સાથે વીજલાઈનના અસરગ્રસ્તો ની બેઠક યોજાઇ હતી.

આ બેઠક બાદ મળેલા દિશાસૂચનના પગલે શુક્રવારે અસરગ્રસ્તોની સમન્વય સમિતિનીએક બેઠક નવસારી કલેકટર કચેરીમાં જિલ્લા કલેકટર અમિત યાદવ સાથે યોજાઇ હતી. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બેઠકમાં સમન્વય સમિતિના પ્રતિનિધિઓએ ખાનગી જમીનમાંથી લાઇન જાય તો ઉભી થતી મુશ્કેલીને લઇ દરિયાકાંઠે લઇ જવા નકશા સહ રજૂઆત કરી હતી.

બેઠકમાં વીજલાઇનની જગ્યા બદલવા મુદ્દે ચોક્કસ સધિયારો મળ્યો ન હતો, કારણ કે આ મામલો પાવરગ્રીડ હસ્તક છે. જોકે અસરગ્રસ્તોને સહકાર આપવાની ખાતરી જરૂર અપાઇ હતી. આ સ્થિતિમાં અસરગ્રસ્તોની સમન્વય સમિતિ આગામી દિવસો દરમિયાન પુન: સી.આર.પાટીલની મુલાકાત લઇ શકે છે. આગામી દિવસોમાં પણ વીજલાઇન મુદ્દે ચહલપહલ જારી રહે એવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...