બેઠક:કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક

નવસારી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે તાકીદ કરાઇ

નવસારી જિલ્લા સેવા સદન, કાલિયાવાડી ખાતે જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી.જિલ્લા સંકલન બેઠકમાં ડિજીટલ ગુજરાત અન્વયે 100 દિવસની અંદર રાજય સરકારે આપેલા લક્ષ્યાંક પૂર્ણ કરી 100 ટકા સિદ્ધિ હાંસલ કરવા તમામ વિભાગોના અધિકારીઓને જણાવ્યું હતું. નવસારી ધારાસભ્યના ડ્રેનેજ, પાણી પુરવઠા વિભાગ, નેશનલ હાઇવે, ડી.એલ.આર. આઇ તથા એસ.ટી. વિભાગના પ્રશ્નોનો હકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.

તેમજ દિવ્યાંગોને શિષ્યવૃત્તિ, આદિજાતિ વિદ્યાર્થીઓને ભોજન સહાય, વ્યકિતગત આવાસ, હળપતિ આવાસ, ઉજજવલા યોજના સહિત અન્ય વિભાગની યોજનાઓની ચર્ચા કરી હતી. તેમજ સરકારની તમામ યોજના લાભાર્થીઓનો લાભ લાભાર્થીઓને સત્વરે મળે તે માટે સબંધિત અધિકારીઓને ખાસ તાકિદ કરી હતી.

બેઠક દરમિયાન પડતર અરજીઓના નિકાલ, તુમાર સેન્સસ, પેન્શન કેસો, ખાતાકીય તપાસ, સરકારી લ્હેણાંની વસુલાત સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઋષિકેશ ઉપાધ્યાય, નિવાસી અધિક કલેકટર કેતન જોશી સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...