તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ડી.ટી.એફ ઇમ્યુનાઇઝેશનની બેઠક યોજવામાં આવી હતી. જેમાં કોવિડ-19 વેક્સિન બાબતે આરોગ્ય કર્મીઓના ડેટા બેઝની સમીક્ષા અને કોલ્ડ ચેઇન બાબતે સમીક્ષા કરવામાં આવી હતી.આગામી સમયમાં કોવિડ-19ના રસીકરણ માટે સરકાર દ્વારા જે સુચવવામાં આવે તે માર્ગદર્શિકા તેમજ અન્ય માર્ગદર્શિકાના પાલન સાથે નિર્ધારીત વ્યુહરચનાની જરૂરીયાત, તકનીકી સાધનોની ઉપલબ્ધતા, સગવડ સહિતની વિવિધ બાબતો પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત સરકારની માર્ગદર્શિકા મુજબ આરોગ્ય કર્મીઓ ફન્ટ્રલાઇન વોરિયર્સ સહિતનો ક્ષતિરહિત ડેટાબેઝ તૈયાર કરવા અંગે ચર્ચાઓ કરાઇ હતી. જિલ્લા કલેકટરે કોરોના વાઈરસ સંક્રમણ અટકાયતી પગલાંના ભાગરૂપે ટેસ્ટીંગનું પ્રમાણ વધારવા જણાવ્યું હતું.
એન્ટીજન ટેસ્ટ સહિત આર,ટી.પી.સી.આર ટેસ્ટ બાબતે પણ વિવિધ સુચનો કર્યા હતા. બેઠકમાં વિવિધ સુવિધાઓ, અસરકારક કોમ્યુનિકેશન, ડિઝીટલ પ્લેટફોર્મ, મેનપાવર, તાલીમ, નિરીક્ષણ સહિતની વિવિધ બાબતો પરચર્ચા કરાઇ હતી. જિલ્લામાં આવેલ વિવિધ કોલ્ડચેઇનનું વ્યવસ્થાપન અને તેના તાપમાન સહિતની જાળવણી ઉપરાંત તાલીમબધ્ધ કર્મીઓ દ્વારા સંચાલન સહિતની ચર્ચા કરાઇ હતી. બેઠકમાં ડો. ચિરાગ વાલીયાએ દેશ- વિદેશમાં કોવિડની તૈયાર થઇ રહેલ રસી બાબતો અને તેના પગલાં બાબતે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સૌને માહિતગાર કર્યા હતા.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.