તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલીમ કાર્યક્રમ:ઔષધીય વનસ્પતિ રોગપ્રતિકારક શકિતમાં વધારાે કરે છે : કુલપતિ

નવસારી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી કૃષિ યુનિ.માં 4 દિવસીય તાલીમ કાર્યક્રમ

નવસારી કૃષિ વિશ્વવિધાલય અંતર્ગત ભારત સરકાર અને વિશ્વ બેંક પુરસ્કૃત NAHEP-CAAST પ્રોજેક્ટ દ્રારા ઔષધીય અને સંગધિત વનસ્પતિઓનું સંગ્રહ, પ્રસંસ્કરણ અને મુલ્યવર્ધન વિષય ઉપર 04 દિવસીય ઓનલાઇન તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ છે.

જેમાં 500થી વધુ સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ તાલીમ કાર્યક્રમનાં ઉદ્દઘાટન સમારંભમાં નવસારી કૃષિ વિશ્વવિધાલયના કુલપતિ ડૉ. ઝેડ. પી. પટેલ, સંશોધન નિયામક અને અનુસ્નાતક વિધ્યાશાખાધ્યક્ષ ડૉ. એસ.આર. ચૌધરી, અસ્પી બાગાયત વ-વનીય કોલેજના આચાર્ય ડૉ. પી. કે. શ્રીવાસ્તવ સહ સંશોધન નિયામક અને પ્રોજેક્ટના વડા ડૉ. ટી.આર. અહલાવત, તાલીમ સહ-નિયામક ડૉ. એમ. એસ. સંકનુર તેમજ તાલીમના અન્ય આયોજક સભ્યો હાજર રહ્યા હત.

કુલપતિ ડૉ.ઝેડ. પી. પટેલે તાલીમ કાર્યક્રમ ખુલ્લો મુકતા ઔષધીય અને સુગંધીદાર વનસ્પતિનો પોષણમાં આરોગ્યની સંભાળમાં અને રોગપ્રતિકારક શકિતના વધારામાં રહેલી ભૂમિકા પર ભાર મુક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં સુગંધિત અને ઔષધીય વનરપતિની ખેતી અને તેલના ઉત્પાદનની ભરપુર શક્યતાઓ રહેલી છે અને જો પુરેપુરી કામતાથી આ વિષયમાં કાર્ય કરવામાં આવે તો આપણા દેશ પાસે વિશ્વનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે. સંશોધન નિયામક અને અનુસ્નાતક વિધ્યાશાખાથી ડૉ. એસ.આર. ચૌધરી એ ઉપચાર પધ્ધતિઓમાં ઔષધીય અને સુગંધીત વનસ્પતિના વ્યાપક ઉપયોગ પર પ્રકાશ પાડયો હતો.

તેમજ તેમણે કાર્યક્રમના સહભાગીઓને ઔષધીય અને સુગંધીત વનસ્પતિના મૂલ્યવર્ધનને લગતા વ્યવસણ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. આ ઉપરાંત ડો. ટી. આર. આહલાવતે કાર્યક્રમ અને તેના હેતુની વિસ્તૃત રજૂઆત કરી હતી. ડો.એમ.એરા.સંકનુરે કાર્યક્રમનું સ્વાગત પ્રવચન આપ્યું અને નિષ્ણાતોનો પરિચય કરાવ્યો હતો. ડો.હર્ષ હેગડે આભારવિવિધ રજૂ કરી અને ડો.રાજેશ ગુનાગાએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...