તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી ચેમ્બર ઓફ કોમર્સનો કાર્યભાર હાલ જયંતભાઈ જી. મહેતા (દેવુભાઈ) સંભાળતા હતા. તેમનો કાર્યકાળ પૂર્ણ થતા હવે આગામી વર્ષના હોદ્દેદારોની ચૂંટણી યોજાશે. મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે ઓમપ્રકાશ અગ્રવાલ, જ્યારે સભ્ય તરીકે જગદીશભાઈ શાહ અને ચંદ્રશેખર નાયક ફરજ બજાવશે. શુક્રવારને 9મી એપ્રિલે સવારે 11 કલાકથી સાંજે 4 કલાક દરમિયાન કામચલાઉ મતદારયાદીની પ્રસિદ્ધ કરાશે.
તેની સામે લેખિત વાંધો રજૂ કરવા, 12મીએ સાંજે 4 વાગ્યા સુધીનો સમય અપાયો છે. એ પછી છેવટની મતદારયાદી સાંજે 5 કલાકે નોટીસ બોર્ડ પર મુકાશે. ઉમેદવારીપત્રો મેળવવા તથા સ્વીકારવાની તા. 13થી 16 એપ્રિલ દરમિયાન સવારે 11થી સાંજે 4 કલાક રખાયો છે. કાર્યાલય પરથી ફોર્મ મળી રહેશે અને ત્યાં જ જમા કરવાનું રહેશે. 17થી 19મી એપ્રિલ સુધીમાં બપોરે 2થી સાંજે 4 કલાક સુધીમાં ચેમ્બર કાર્યાલયમાં રૂબરૂ લેખિત જાણ કરી ખેંચવાનું રહેશે. 19મીને સોમવારે સાંજે 5 કલાકે આખરી યાદી પ્રસિદ્ધ કરાશે.
તે સાથે જ હોદ્દાઓ માટે એકથી વધુ ઉમેદવારો બાકી હશે તો તે હોદ્દા પૂરતી ચૂંટણી ઉમેદવાર તેમજ બિનહરીફ ચૂંટાયેલા હોદ્દેદારોની આખરી યાદી જાહેર કરાશે. 20મી એપ્રિલે સાંજે 4થી 5 કલાક દરમિયાન પ્રતિકની ફાળવણી થશે. જ્યારે 2જી મે એ સવારે 9થી 4 કલાક દરમિયાન મતદાન થશે. એ બાદ મતગણતરી મતદાન સ્થળે મતદાન પૂરૂ થયા બાદ એક કલાક બાદ શરૂ થશે અને પરિણામ જાહેર કરાશે. જોકે મતદાન સ્થળ 20મી એપ્રિલે ઉમેદવારોને જણાવાશે.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.