તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છૂટછાટ:કોરોના સંક્રમણ ઘટતા આજથી મહત્તમ છૂટછાટ

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામામાં દુકાનોનો સમય તો રેસ્ટોરન્ટ વગેરેમાં ક્ષમતા વધારાઇ
  • રાત્રિ કરફ્યૂ જારી પણ સમય 1 કલાક ઘટાડાયો, વાણિજ્ય એકમોમાં વેક્સિનેશન માટેના દિશાનિર્દેશ જારી

નવસારી શહેરમાં કોરોનાના કેસ ઘટતા શુક્રવારે જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પડેલ જાહેરનામમાં 26મીથી વધુ છૂટછાટ આપી છે.નવસારી શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે. હવે તો માંડ એક-બે કેસ જ સરકારી ચોપડે નોંધાઈ રહ્યા છે.જેને લઈને જે પ્રતિબંધો મુકાયા,તેમાં છૂટછાટો અપાઈ રહી છે.શુક્રવારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જે 26મીથી 10મી જુલાઈ સવાર સુધીનું જે જાહેરનામું બહાર પડાયું, તેમાં અગાઉ કરતા વધુ છૂટછાટ અપાઈ હતી. રાત્રિ કરફ્યૂ યથાવત રખાયો હતો, જોકે તેનો સમય રાત્રે 9 ની જગ્યાએ રાત્રે 10 થી સવારે 6 સુધીનો જ કરવામાં આવ્યો હતો.

હાલ સુધી જે નિયંત્રણો હતા,તેમાં વધુ છૂટછાટ અપાઈ હતી. વેપાર-ધંધાનો સમય, રેસ્ટોરન્ટ-જિમ વગેરેની ક્ષમતા, રાજકીય સહિતના કાર્યક્રમોની ક્ષમતા, લગ્નવિધિ અને અંતિમવિધિમાં માણસોની હાજરી વગેરેમાં વધુ છૂટછાટ અપાઈ છે. નવા જાહેરનમામાં દુકાનદાર અને વેપાર ધંધા માટે વેક્સિનને લઈ દિશાનિર્દેશ પણ જારી કરાયા હતા, જેમાં દુકાન વગેરેના માલિકો, કર્મચારીઓ અને અન્ય સંકળાયેલાઓને 30 જૂન સુધીમાં પ્રથમ ડોઝ લેવા જણાવાયુ છે, અન્યથા એકમ ચાલુ રાખી શકાશે નહીં. અહીં ઉલ્લેખનીય છે કે, બીજી લહેરમાં હાલ સુધી અઠવાડિક હાટ ખોલવાની મંજૂરી આપી ન હતી પરંતુ નવા જાહેરનામામાં આ હાટ ખોલવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

મનોરંજન સ્થળો ખુલી શકશે પણ..
અગાઉના જાહેરનામામાં સિનેમા, ઓડિટોરીયમ સહિત મનોરંજન સ્થળો ખોલવાની મંજૂરી આપવામાં આવી ન હતી પરંતુ નવા જાહેરનામામાં ઉક્ત મનોરંજન સ્થળો મહત્તમ 50 ટકાની કેપેસિટીમાં ચાલુ રાખવા મંજૂરી અપાઈ છે. જોકે આ માટે સિનેમાના સંચાલક, કર્મચારી વગેરે માટે વેક્સિન લેવાના દિશાનિર્દેશ જારી કરાયા છે.

આ ત્રણ એકમો હજુ બંધ જ રહેશે
આમ તો 26મીથી અનેક વધુ છૂટછાટો આપવામાં આવી છે, પરંતુ બે-ત્રણ બાબતો ખોલવાની મંજૂરી આપી નથી, બંધ જ રાખવા જણાવાયું છે. જેમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ કલાસ (ઓનલાઈન શિક્ષણ સિવાય), વોટરપાર્ક, સ્પા, સ્વિમિંગ પુલનો સમાવેશ થાય છે.

નવસારી સિવાયના વિસ્તારોમાં પણ છૂટછાટ
નવસારી શહેર સિવાયના જિલ્લાના અન્ય વિસ્તાર માટે પણ એક અલગ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં પણ અનેક છૂટછાટો આપવામાં આવી છે. આ વિસ્તારોમાં પણ લગ્ન-અંતિમક્રિયા, રાજકીય સહિતના કાર્યક્રમો, જીમ વગેરેની ક્ષમતા વધારાઇ છે. જોકે અહીં પણ શૈક્ષણિક સંસ્થા, કોચિંગ કલાસ વગેરે બંધ જ રાખવા આદેશ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...