• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Mataji's Adoration From Sheri Garba For Two Years, No Commercial Event Due To Government Ban, Although The Final Op Was Given To Play Therther Sheri Garba

આજથી નવરાત્રિ:બે વર્ષે શેરી ગરબાથી માતાજીની આરાધના, સરકારી પ્રતિબંધને લઈ કોઈ જ કોમર્શિયલ આયોજન નહીં, જોકે ઠેરઠેર શેરી ગરબા રમવા માટે આખરી ઓપ અપાઈ ગયો

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઉનાઇ માતાજીના મંદિરને શણગારાયું - Divya Bhaskar
ઉનાઇ માતાજીના મંદિરને શણગારાયું

નવસારી જિલ્લામાં આમ તો દર વર્ષે નવરાત્રિની ઉજવણી થતી આવી છે પણ પ્રથમવાર કોરોનાનો લઈને એક વર્ષ છોડી બે વર્ષે ગુરૂવારથી ઉજવણી શેરીઓમાં કરાશે.રાજ્યના અન્ય વિસ્તારોની જેમ નવસારી જિલ્લાનો પણ ખૂબ જ મહત્વનો પર્વ નવરાત્રિ રહ્યો છે. આમ તો ભૂતકાળમાં દર વર્ષે શેરીઓમાં અને હોલ, પ્લોટ વગેરેમાં રાસ, ગરબાનું આયોજન કરવામાં આવતું હતું. જોકે મહામારી કોરોનાને લઈ 2020માં નવરાત્રીના આયોજનો થઈ શક્યા ન હતા. સાદાઈથી માં અંબેની આરાધના કરાઈ હતી. જોકે હાલના દિવસોમાં કોરોના મહદઅંશે કાબૂમાં આવતા સરકારે ઉજવણી માટે છૂટછાટો આપી છે.

શેરીઓમાં આજથી ગરબાની ઠેરઠેર તૈયારીઓ પૂર્ણ કરાઇ.
શેરીઓમાં આજથી ગરબાની ઠેરઠેર તૈયારીઓ પૂર્ણ કરાઇ.

જે અનુસાર ગુરૂવારથી સરકારી નિયમો મુજબ નવસારી જિલ્લામાં નવરાત્રિની ઉજવણી કરાશે. અહીં ઉલ્લેખનીય છે કે સરકારી હુકમ મુજબ નવસારી સહિત જિલ્લામાં પાર્ટી પ્લોટ વગેરે જગ્યાએ તો કોમર્શિયલ આયોજન માટે પ્રતિબંધ જ ફરમાવ્યો હોય નવસારીમાં આવા આયોજન કરાયા નથી. બીજું કે રાત્રે 12 વાગ્યા સુધી જ 400 વ્યક્તિની મર્યાદામાં શેરી, ફ્લેટ વગેરે જગ્યાએ જ ગરબા રમી શકાશે. બે વર્ષે નવરાત્રિ ઉજવાય રહી હોય નવસારીની શેરીઓમાં તોરણ,લાઇટિંગ વગેરેને આખરી ઓપ અપાઈ પણ ગયો છે.

ખેલૈયાઓમાં જોવા મળતો અનેરો ઉત્સાહ
બે વર્ષે નવરાત્રીની ઉજવણી થઈ રહી હોય ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આમ તો કોમર્શિયલ મોટા આયોજન નથી પરંતુ શેરીઓમાં રમવા પણ ખેલૈયાઓએ ચણિયાચોળી, ટેટુ વગેરે કરાવ્યા છે. બાળક, યુવાન, વૃદ્ધો, મહિલા સહિત તમામમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.

ઘણાંનો બીજો ડોઝ બાકી, હજુ તકેદારી જરૂરી
આમ તો નવસારી જિલ્લામાં મહદઅંશે કોરોના કાબૂમાં છે અને ખાસ નવા કેસો બહાર આવતા નથી પરંતુ તકેદારી રાખવી જરૂરી છે. ખાસ કરીને 18 વર્ષની ઉંમરના રસીપાત્રતા ધરાવતા 10.32 લાખ લોકોમાંથી 8.95 લાખ લોકોએ પહેલો ડોઝ લીધો છે પણ 42 ટકા લોકોનો બીજો ડોઝ બાકી છે.

અન્ય સમાચારો પણ છે...