અમૃત મહોત્સવ:જલિયાવાલા બાગના હત્યાકાંડમાં સ્વતંત્રતા માટે હિન્દુ-મુસ્લિમની પ્રચંડ એકતા ઉભરે છે : પ્રા. નાયક

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવી પેઢીને જલિયાવાલા બાગની હત્યાકાંડની દાસ્તાનથી માહિતગાર કરાયા

આઝાદીના અમૃત મહોત્સવમાં નવી પેઢી જલિયાવાલા બાગની હત્યાકાંડની દાસ્તાન જાણે એ ભાગમાં 13મી એપ્રિલ 1919માં ફુલોને બદલે વ્યક્તિના શબના ઢગલો હતા-લોહીના ખાબોચિયા-સરવાળે સ્વતંત્રતા આંદોલન માટે શાંતપ્રિય રાષ્ટ્રભક્તોની શહિદીના આ પાનાને જાણી આપણે નમન કરીશું.

આ શબ્દો રાજયશાસ્ત્રના અધ્યાપક પ્રા. જશુભાઇ નાયકે શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય બીએડ કોલેજ બીલીમોરામાં આચાર્ય ડો. કિશોર નાયકની અધ્યક્ષતામાં આઝાદી અમૃત મહોત્સવ જલિયાવાલા બાગનો હત્યાકાંડ 1919-2019-2020 શતાબ્દી અવસરે જણાવ્યા હતા. શિક્ષકો-સંચાલક મંડળના સભ્યો, તાલીમાર્થીઓ સમક્ષ વધુમાં ઉમેર્યુ હતું કે આ હત્યાકાંડે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામને વધુ જોશ આપ્યું. ઉંચી નૈતિક્તાનો દાવો કરનારા અંગ્રેજ રાજકર્તાઓનું ક્રૂરતાભર્યું માનસ ઉઘાડું પડયું.

અમૃતસરમાં આ દિવસે જડબેસલાક કરફ્યૂ મુકવામાં આવ્યો હતો છતાં હજારો વ્યક્તિનું એકત્ર થવું અને સ્વતંત્રતાની માંગણી કરતા શહિદ થવું ઇતિહાસનું આ પાનુ અમર છે. રોલેટ કાયદાની સામેનો અપીલ, નો દલીલ અને નો વકીલ આ અન્યાય સામે તે સમયે ભારતીયો સંગઠીત થાય અને સંગ્રામમાં ઝુકાવવા તૈયાર થાય એ જાગૃતિને નમન જ હોય શકે. ગાંધી તો આ દિવસોમાં રાજકીય ક્ષિતિજ ઉપર આવી સત્યાગ્રહ અહિંસાના માર્ગે સમજાવી રહ્યા હતા. તેમનો માર્ગ કંડારાનો જાય છે.

ડો. કિચલુ મુસ્લિમ અને ડો સત્યપાલની હિન્દુ જોડી ગાંધી માર્ગ ઉપર રોલેટ એક્ટનો વિરોધ કરી રહ્યાં હતા. આ મિજાજ અંગ્રેજ શાસકો જાણી ગયા હતા માટે અમૃતસરમાં સુવર્ણ મંદિર નજીક મોટી સંખ્યામાં જલિયાવાલા બાગમાં લોકોનું એકત્ર થવુ અને જનરલ ડાયર નામનો પોલીસ અધિકારી સૈનિકો સાથે સાંયકાળે આવે અને 10 મિનિટનો બેફામ ગોળીબાર-379 લોકોના તત્કાલ શબ પડયા, 200થી વધુ લોકોનું ઘાયલ થવું વેદનામય છે. દોડધામ-ભાગમભાગ-કૂવામાં પડી જવું પાણી, પ્રકાશ, દવા કોઇ સુવિધા નહીં-રાતભર લોહીના ખાબોચિયામાં કણસતા રહેવું-ડાયરનું રાત્રે કરફ્યૂ જોવા નીકળવું ચીસો સાંભળવી છતાં, નફ્ફટ થવું-વિશ્વના ઇતિહાસમાં બ્રિટીશ શાશનનું કલંક્તિ પાનુ એ બ્રિટીશ વડાપ્રધાન ચર્ચિલનો અભિપ્રાય છે.

આ દયાહિન કૃત્યનો બદલો 21 વર્ષ પછી 1940માં ઉધમસિંહ નામનો દેશદાઝસભર યુવા લંડનમાં જનરલ ડાયરને ગોળી મારી પતાવી દે છે. તેને ફાંસી અપાય છે પણ તે કહે છે ‘મારા દેશ માટે હું તૈયાર છું.’ વર્તમાન ભારત આ શહિદીને ન ભૂલે બલકે રાષ્ટ્રપ્રેમ માટેના ઉન્મેષોથી સભર બને તો આઝાદી અમૃત મહોત્સવની સાચી ઉજવણી થશે. સમારોહનું સંચાલન પ્રા.ડો. ગાયત્રી પંડયા અને આભારવિધિ વિનમ્રતા પટેલે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...