તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિલાન્યાસ:અનેક ગામો, તીર્થોની માટી અને નદીના પાણીથી અભિષેક કરાશે

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અયોધ્યામાં રામમંદિર શિલાન્યાસ પ્રસંગ

તપોવનની ધન્યધરા ઉપર પૂ. ગુરૂમૈયાના શિષ્ય પંન્યાસ પદ્મદર્શનવિજયજી મ. અને પંન્યાસ રાજરક્ષિતવિજયજી મ.ની પાવન નિશ્રામાં વિચાર સંગોષ્ઠિ દરમિયાન સાંપ્રત પ્રવાહના પરિપ્રેક્ષ્યમાં વિચારવૈભવ વ્યક્ત કરતા પંન્યાસ પદ્મદર્શનવિજયજી મહારાજે જણાવ્યું હતું કે, અયોધ્યાનગરી ઐતિહાસિક નગરી છે. જેમાં હિન્દુ પ્રજાના રોમ-રોમમાં શ્રદ્ધાનો દીવડો ઝગમગી રહ્યો છે. અયોધ્યામાં હિન્દુ હૃદયસમ્રાટ રામચંદ્રજીની જેમ જન્મભૂમિ છે. એજ રીતે જૈનોના પાંચ તીર્થંકરોની પણ ભવ્ય જન્મ કલ્યાણક ભૂમિ છે. 500 વર્ષ સુધી જે સંઘર્ષ ચાલતો હતો તે સંઘર્ષ કોમી એખલાસપૂર્વક સમાપ્ત થયો છે.

આદર્શો અને મૂલ્યો જો આપણા જીવનમાં જીવંત થાય તો જન્મારો સફળ થાય
ઐતિહાસિક આ કાર્યક્રમ સુખપૂર્વક સંપન્ન થાય એ માટે ચૂનંદા પ્રતિનિધિઓને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. ગામગામની અને પવિત્ર તીર્થોની માટી તેમજ પવિત્ર નદીના પાણી દ્વારા મુખ્ય શિલાનો અભિષેક કરવામાં આવશે. જૈન સમાજ પણ આ ક્ષણે આનંદની અનુભૂતિ કરી રહ્યો છે. ભગવાન શ્રી રામચંદ્રજીના મૂલ્યોનું પ્રતિષ્ઠાન આ પવિત્ર ધરા પર થશે. જૈન સમાજે શિલાન્યાસ પ્રસંગે ચાંદીની ઈંટો અને પવિત્ર માટી ત્યાં પહોંચાડીને પોતાની ભાવનાઓ અને સંવેદનાઓને રજૂ કરી છે. શ્રી રામચંદ્રજી મર્યાદાપુરૂષોત્તમ હતા. માતૃભક્તિ અને પિતૃભક્તિ દ્વારા સમાજને એક સરસ મજાનો સંદેશો પાઠવ્યો છે. આ આદર્શો અને મૂલ્યો જો આપણા જીવનમાં જીવંત થાય તો જન્મારો સફળ થાય.

અન્ય સમાચારો પણ છે...