તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Many Students From South Gujarat, Including Navsari, Are Still Deprived Of Namo Tablets; The Chancellor Handed Over The Tablet To The Students

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:નવસારી સહિત દક્ષિણ ગુજરાતના અનેક છાત્રો નમો ટેબલેટથી હજુ વંચિત; કુલપતિએ છાત્રોને ટેબલેટની હૈયાધરપત આપી

નવસારી8 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં આવેલી કોલેજોના 640થી વધુ છાત્રને છેલ્લા 2 વર્ષથી અભ્યાસ માટે નમો ટેબ્લેટ ન મળતા છાત્રોએ વીર નર્મદ યુનિવર્સિટીમાં કુલપતિને એક માસ અગાઉ રજૂઆત કરી હતી. જેને લઇને એક રાહતના સમાચાર વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિએ આપ્યા હતા. જેમાં ટૂંક સમયમાં નમો ટેબ્લેટ બાકી છે તેમને ટેબ્લેટ આપવામાં આવશે. આ જાહેરાતથી છાત્રોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.

વીર નર્મદ યુનિવર્સિટી સુરતમાં ગુજરાત સરકારના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા છાત્રો માટે રૂ. 1000ના ટોકન દરે નમો ટેબ્લેટ આપવાની જાહેરાત કરી હતી. ટેબલેટની ટોકન રકમ જમા કરાવી હતી. જે વાતને બે વર્ષ થયાં ત્યારબાદ ટેબલેટ ન મળતા છાત્રોએ કોલેજમાં, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિને ઉગ્ર રજૂઆત કરી હતી. ત્યારબાદ પણ ટેબલેટનો જથ્થો ન આવતા ગુજરાતના 12000 છાત્ર ટેબલેટથી વંચિત રહ્યા હતા. નવસારીમાં પણ 640 છાત્રને ટેબલેટ મળ્યું ન હતું. જેને લઈ એક માસ પહેલા છાત્ર સંઘ દ્વારા કુલપતિને રજૂઆત કરી હતી. તે દરમિયાન કુલપતિએ છાત્રોને ટેબલેટ આપવાની હૈયાધરપત આપી હતી.

છેલ્લા દોઢ વર્ષથી માત્ર સહાનુભૂતિ મળી છે
છેલ્લા દોઢ વર્ષથી વિદ્યાર્થીઓને માત્ર સહાનુભૂતિ જ મળતી આવી રહી છે, પરંતુ હવે વિદ્યાર્થીઓ સાથે જે છેતરપિંડી કરવામાં આવી છે, તેનો જવાબ તો આપવો જ પડશે. નવસારીનાં જાગૃત વિદ્યાર્થીઓ પ્રતિક ઢીમ્મર, વરું દર્શિત, પ્રજાપતિ સંજય, યાદવ ગોકુળ, ક્રિષ્ના પાટીલ આગળ આવ્યા છે. અમે અમારાં હક માંગીએ છીએ. આવનારા દિવસોમાં આંદોલન પણ કરીશું. - નિરજ ઝા, છાત્ર સમર્થક, વિદ્યાર્થી સંગઠન.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો