આવેદન:વિજલપોરના મારૂતીનગર વિસ્તારમાં અનેક સમસ્યાઓ

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમસ્યા નહીં ઉકેલાતા રહીશોનું કલેક્ટરને આવેદન

નવસારી-વિજલપોરના વોર્ડ નંબર-10ના મારૂતિનગરના રહીશોએ પાલિકાને વારંવાર રજૂઆત કર્યા બાદ તેમના પાયાના પ્રશ્નોનું નિરાકરણ આવતું નહીં હોય આખરે કલેક્ટરને રજૂઆત કરવી પડી હતી. નવસારી-વિજલપોર નગર પાલિકાના વોર્ડ નંબર-10ના મારૂતિનગર-બીના રહીશોએ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું કે તેમના વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી ગટર ઉભરાવાની સમસ્યા ઉભી થઇ છે.

અગાઉ આ સમસ્યા વરસાદ ઋતુ પૂરતી જ હતી પણ હવે બારેમાસ આ તકલીફ પડી રહી છે. સવારે નગરપાલિકાનું પાણીની શરૂઆત થાય અને ગટર ચોકઅપ થતા વિસ્તારમાં લોકોના બાથરૂમ-ટોયલેટ ભરાઈ જાય છે. જેને લઇ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ વિસ્તારમાં 1998માં ગટરલાઈન નાંખવામાં આવી હતી ત્યારે વસ્તી ઓછી હતી હવે વસ્તી વધી છે, લાઈનો જૂની છે. વધુમાં રસ્તા એકદમ જર્જરિત થયા છે ચાલવા કે વાહન ચલાવવા માટે તકલીફો પડી રહી છે. વરસાદનું પાણી પણ ઘરમાં ભરાઈ જાય છે.

આખરે કલેક્ટરને રજૂઆત કરવી પડી
પહેલા અમે વિજલપોર પાલિકામાં ફરિયાદ કરતા હતા તો પણ કોઈ નિરાકરણ આવ્યું નહીં. હવે અમારો વિસ્તાર નવસારી-વિજલપોર નગરપાલિકામાં સમાવિષ્ટ થયા બાદ અમે વારંવાર લેખિતમાં રજૂઆત કરી પણ પાલિકાના શાસકો કંઈ સાંભળવા તૈયાર નથી. જેથી આખરે કલેક્ટરને ફરિયાદ કરી અમારી સમસ્યાનું નિરાકરણ થાય તે માટે રજૂઆત કરી છે. > મહાદેવ નગરકર, સમાજિક કાર્યકર, વિજલપોર

અન્ય સમાચારો પણ છે...