નારી ઉત્થાન:નવસારીની અનેક અનાવિલ બહેનો ખાણીપીણીના ગૃહ ઉદ્યોગના કારણે આર્થિક રીતે પગભર બની છે

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બહેનોએ બનાવેલ ખાદ્ય ચીજવસ્તુઅો દેશમાં જ નહીં વિદેશમાં પણ પ્રખ્યાત થઇ છે

દશેરાના દિવસે ફાફડા-જલેબીની મજા માણ્યા બાદ શહેરવાસીઓ ઘારીનો સ્વાદ માણવા માટે આતુર બન્યા છે. ઘારી મુખ્યત્વે સુરતની બનાવટ છે, પરંતુ સ્વાદ રસિકોના કારણે દેશ-વિદેશમાં પ્રચલિત બની છે. ચંદની પડવાના દિને ઘારી અને ચવાણું ખાવાની પ્રથા પણ છે. જોકે દર વર્ષે ઘારીના ભાવમાં વધારો થવાને કારણે સામાન્ય લોકોને ઘારી ખરીદવામાં ઘણી તકલીફ પણ પડતી હોય છે.

નવસારીના કાલિયાવાડી ખાતે આવેલ અનાવિલ સંસ્કાર ટ્રસ્ટે સમાજની વિધવા, આર્થિક રીતે નબળી બહેનોને રોજગારી મળે તે માટે ઘર કા ખાના નામે ખાણીપીણીનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો હતો. સમાજની બહેના દ્વારા બનાવવામાં આવતા નાસ્તાને ધ્યાને રાખીને સમાજના લોકોને ઘરના સ્વાદ જેવો જ સ્વાદ મળી રહે છે.

નવસારીમાં સામાન્ય લોકોને સ્વાદિષ્ટ ઘારી સસ્તા ભાવે અને ગુણવત્તા સભર મળી રહી તે હેતુથી અનાવિલ સંસ્કાર ટ્ર્સ્ટ દ્વારા ચાલતા અનાવિલ ગૃહ ઉદ્યોગ સહકારી મંડળીમાં સમાજની બહેનોને રોજગારી મળી રહે તે હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘારી બનાવીને તેમાંથી આવક ઉભી કરવાની કામગીરી આરંભવામાં આવી છે.

આ વખતે લોકોની માગને પહોંચી વળવા માટે બહેનો દિવસ-રાત એક કરીને કામ કરી રહી છે. જોકે તેમની આ મહેનત એળે ન જાય તેના માટે લોકોને ઘારી ખરીદવા માટેની અપીલ પણ કરી રહી છે.

બહેનો છેલ્લા 23 વર્ષથી કામગીરી કરી રહી છે
અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ પર માત્ર તહેવારોમાં જ નહીં પરંતુ 365 દિવસ અનાવિલ બહેનોના હાથના બનેલા ફરસાણ મળી રહે છે. ટ્રસ્ટ દ્વારા બહેનોને પગભર થવા માટે દરેક પ્રકારે મદદરૂપ થવા કામગીરી કરવામાં આવે છે. અનાવિલ સમાજની બહેનોને આર્થિક રીતે પગભર બનવા માટે છેલ્લા 23 વર્ષથી જે કામગીરી કરી રહી છે તે ખૂબ જ સરાહનીય છે. આવી બહેનો સમાજમાં અન્ય લોકો માટે ઉદાહરણ રૂપ છે. તેમની સાથે અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ પણ તેમને પુરતો સહયોગ આપીને બહેનોને આગળ લાવવામાં સહાયક બની રહ્યો છે તે પણ વખાણવા લાયક છે.

અન્ય સમાચારો પણ છે...