તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભિષેક કરાવ્યો:સર્વક્ષેત્રે હતપ્રભ થયેલો માનવ જાત ઉપરનો વિશ્વાસ ગુમાવી બેઠો છે : પદ્મદર્શનજી

નવસારી11 દિવસ પહેલા
  • કૉપી લિંક

શાંતિનાથ જીનાલયમાં કોરોના મહામારી અને વિશ્વશાંતિ અર્થે 16મા તીર્થંકર શાંતિનાથ પ્રભુના જન્મકલ્યાણકની ઉજવણી પદ્મદર્શનવિજયજી મહારાજની પાવન નિશ્રામાં વર્ધમાન શક્રસ્તવ અભિષેક અને લઘુશાંતિના પવિત્ર મંત્રોચ્ચાર દ્વારા વિશિષ્ટ અભિષેક કરાયો હતો. અભિષેક માટે પ્રભુભક્તોએ લાભ લીધો હતો. આ પ્રસંગે પદ્મદર્શનજીએ ભક્તિનું માધુર્ય બતાવતા કહ્યું કે, આજે છેલ્લા દોઢ-બે વર્ષથી સમગ્ર વિશ્વ અને રાષ્ટ્ર અશાંતિ, અરાજકતા અને અંધાધૂંધીમાં ફસાયું છે. કોરોનાના કાળચક્રે સામાજીક, આર્થિક, પારિવારીક, ધાર્મિક અને આરોગ્યની દૃષ્ટિએ કાળો કેર મચાવ્યો છે.

કેટલાય પરિવારો છિન્નભિન્ન થઈ ગયા છે. કેટલાય મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયા છે. સર્વક્ષેત્રે હતપ્રભ થયેલો માનવ જાત ઉપરનો વિશ્વાસ ગુમાવી બેઠો છે. દાનવીરોએ દાનના અસ્ખલિત પ્રવાહ દ્વારા પ્રજાને સહાય કરવામાં કેસરીયા કર્યા છે. સરકારે પણ પ્રજાને પગભર થવા ઘણી સહાય કરી છે. કોરોનાની બે લહેરોએ પ્રજા માનસિક રીતે પડી ભાંગી છે. આવા સંકટના સમયમાં પરમાત્મા સિવાય આપણને કોઈ બચાવી શકે તેમ નથી. લોકડાઉન અને કરફ્યૂમાંથી મુક્તિ મળી રહી છે. કોરોનાનું વાતાવરણ શાંત થઈ રહ્યું છે પણ આપણી આદતોનો પુન: શિકાર બનીશું તો ત્રીજી લહેરમાં ફરી પરિસ્થિતિ વણસી શકે છે.

જ્યાં ત્યાં ભટકવાનું અને ભીડમાં જવાનું હવે બંધ કરવું પડશે. વિશ્વના તમામ જીવો સુખ, શાંતિ અને સમાધિ પામે એ માટે વર્ધમાન શક્રસ્તવ અને લઘુશાંતિ સ્તોત્રનું અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું. વિવિધ ઔષધિઓ અને કેસુડાના પાવડરના પાણીથી પ્રભુનો અભિષેક કરાયો હતો. મહાભિષેક પૂર્વે શાંતિનાથ પ્રભુની સમક્ષ સંકલ્પવિધિ કરાઈ હતી. પ્રભુના અભિષેકનો મહિમા અદ્વિતીય છે. માનવશક્તિ જ્યારે બુઠ્ઠી બને ત્યારે દિવ્ય શક્તિ જ કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...