નવસારી જિલ્લાનું નામ રોશન કર્યું:જુડો સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ માનસને ગોલ્ડ

નવસારી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી સ્ટેશને માતા અને પુત્રનું સન્માન

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકશન ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ કોમ્પિટિશન 2022-23ની રાષ્ટ્રીય કક્ષાની જુડો સ્પર્ધા ઈન્ડિયન મોર્ડન સિનયર સેકન્ડરી સ્કૂલ, સોનીપત, હરિયાણામાં યોજાઇ હતી. જેમાં નવસારીના માનસ દેસાઈએ 65 કેજી ગ્રુપમાં ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર ભારતમાં ગુજરાત અને નવસારી જિલ્લાનું નામ રોશન કર્યું છે.

માનસ દેસાઈ નવસારી રેલવે સ્ટેશને આવી પહોંચતા નવસારી જિલ્લાના જુડો ખેલાડીઓ રમત ગમત પ્રેમીઓએ ઢોલ નગારા સાથે માનસ દેસાઈ અને એમની માતા ફાલ્ગુનીબેન દેસાઈને પુષ્પગુચ્છથી આવકાર્યા હતા. આ પ્રસંગે જુડો એસો. ના પ્રમુખ બોમી જાગીરદાર, મંત્રી ડો. મયુર પટેલ, રેલવે સલાહકાર સમિતિના જયદીપભાઈ દેસાઈ, મુકેશ રાઠોડ, અમિત કલસરિયા, હાર્દિક સિંદાણે, જયપાલસિંહ ઝાલા, ચંદ્રેશ રાઠોડ, કૃણાલ પટેલ, દિલીપ બ્હેલ્ય અને સરદાર પટેલ સ્કૂલ (ઈન સ્કૂલ), જલાલપોરના ખેલાડીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...