નવસારીમાં પોક્સો કેસમાં જેલમાંમાંથી જામીન પર 20 મહિના બાદ બહાર આવ્યા બાદ ફરીવાર ક્રાઇમની દુનિયામાં પ્રવેશેલા યુવાનને ફરીવાર પોલીસે ઝડપી પાડતા લોકઅપની હવા ખાવાનો વારો આવ્યો છે.
નસીલપુર ખાતે રહેતા 28 વર્ષીય યુસુફ ગુલમહંમદ પઠાણ પોક્સો કેસમાં જેલમાં બંધ હતો અને 20 મહિના બાદ છૂટ્યો હતો.હાલમાં બેરોજગાર હોય આર્થિક તંગીથી પીડાતો હતો. જેથી ઘર ચલાવવા માટે પૈસાની જરૂર પડતાં આર્થિક સંકડામણ દૂર કરવા માટે યુસુફે ચોરીનો માર્ગ અપનાવ્યો અને બાઇક અને મોબાઈલ ચોરીના રવાડે ચડી ગયો. જેથી પહેલી વહેલી વાર ચોરી કરી બાઇકને વેચવા જતાં જ LCB ના હાથે ઝડપાઈ જતા ફરીવાર લોકઅપની હવા ખાવાનો વારો આવ્યો છે.પોલીસે 20,000ની બાઈક અને 5,000નો મોબાઇલ મળી કુલ 25,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
ચોરીની બાઈકની બાતમી મળતા LCB સ્ટાફ ગ્રીડ ચાર રસ્તા પાસે વોચમાં હતી તે દરમિયાન યુસુફ પઠાણ ચોરીવાળી બાઇક સાથે આવતા બાઈકના કાગળિયા અને તેના માલિક વિશે પૂછતા તે ભાંગી પડ્યો હતો અને બાઇક ચોરીની છે અને વેચવા જઈ રહ્યો હોવાની કેફિયત રજૂ કરી હતી. જેના આધારે એલસીબીએ તેની ધરપકડ કરીને ગ્રામ્ય પોલીસને સોંપીને વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.