તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વારસો જાળવો:નવસારીમાં ડિસ્ટ્રિકટ કોર્ટની જુની ગાયકવાડી સમયની ઈમારતને હેરિટેજનો દરજ્જો આપી મ્યુઝિયમ બનાવો

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈતિહાસવિદ કેરસી દેબુએ કેન્દ્રના સાંસ્કૃતિક નિયામકને વારસાથી પરિચિત કરાવ્યાં

કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક અને મ્યુઝીયમ ડેવલપમેન્ટ વિભાગના અધ્યક્ષ રઘવેન્દ્રસિંહે નવસારીની મુલાકાત લીધી હતી. નવસારીમાં પારસીઓની વસતિને ધ્યાનમાં લેતા નવસારીમાં પારસી સંસ્કૃતિના રક્ષણ અને વિકાસ અંગે વિચારણા કરવા માટે નવસારીની વિવિધ પારસી સંસ્થાઓની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે નવસારીની 140 વર્ષ જૂની મહેરજી રાણા લાયબ્રેરીમાં નવસારીના કલેકટર આદ્રા અગ્રવાલ સહિત કેટલાક સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. નવસારીના ઈતિહાસવિદ કેરસી દેબુએ તેઓને આવકાર આપી નવસારીની વિવિધ પારસી સંસ્થાઓના દર્શન કરાવ્યાં હતા. નવસારીની ડિસ્ટ્રિકટ કોર્ટની જૂની ગાયકવાડ સમયની રાજમહેલની ઈમારતને હેરિટેજનો દરજ્જો આપી તે ઈમારતના મ્યુઝીયમ બનાવવા માટે રજૂઆત કરી હતી અને તેઓ સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. જ્યાં વકીલ મંડળના પ્રમુખ સુધીર સૂળે પણ હાજર રહ્યાં હતા.

આ બાબતમાં તેઓએ ગાયકવાડ પરિવારના જીતેન્દ્રસિંહ ગાયકવાડ સાથે પણ ચર્ચા કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન નવસારીના પારસી અગ્રણીઓ રૂઝબે ઉમરીગર, રૂમી મુલ્લા, ખુરશેદ દેસાઈ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. નવાઝ બામજીએ પારસી હસ્તકળા તથા પારસીઓની જનોઈ બનાવવાની પ્રક્રિયાની સમજ આપી હતી. તેઓએ નવસારીના જમશેદજી તાતાના જન્મસ્થળનું મ્યુઝીયમ તથા દાદાભાઈ નવરોજીના ઘરની મુલાકાત લીધી હતી.

નવસારીમાં આવેલા WZO ટ્રસ્ટના ઘરડાઘરની મુલાકાત પણ લીધી હતી. જ્યાં મરઝબાન ગ્યારા જેઓએ હાલમાં પ્રોમિનન્ટ પારસીસ ઓફ નવસારી પુસ્તક લખ્યું હતું તેની એક નકલ ભેટ આપી હતી. નવસારીની મહેરજી રાણા લાયબ્રેરીથી પ્રભાવિત થયેલા રઘવેન્દ્રસિંહે સંસ્કૃતિની જાળવણી કરવા માટે વિવિધ યોજનાનો લાભ નવસારીને મેળવી આપવા ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...