તસ્કરી:મહુડી ગામે બંધ ઘરનું તાળું તોડી 90 હજારના દાગીના રોકડની ચોરી

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સગી ભાણેજે જ ચોરી કરી પણ દાગીના ન આપતા ફરિયાદ

નવસારી તાલુકાના મહુડી ગામે વડોદરામાં રહેતા નિવૃત ઇસમના બંધ ઘરનો લાભ ઉઠાવી તેના જ સંબંધી મહિલાએ એક સગીરની મદદથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ. 91 હજારની ચોરી કરી હતી. નવસારી તાલુકાના મહુડી ગામે મિંઢોળા ફળિયામાં રમેશ નાનુભાઈ પટેલનું ઘર આવેલું છે.

તેઓ નિવૃત હોય વડોદરાના ગૌરવામાં રહે છે. તેઓ મહુડી ગામે તેમના ઘરે વર્ષમાં 3 કે 4 વાર આવતા હોય છે. આ બાબતે તેમની ભાણેજ હિના પટેલ (રહે. મહુવા)ને જાણ હતી. તેણીએ નવસારીના એક સગીરની મદદથી 15થી 29 જુલાઈના સમયગાળા દરમિયાન મામા રમેશભાઈનું ઘર બંધ હોય તે તકનો લાભ ઉઠાવીને ઘરમાં મુકેલ સોના-ચાંદીના દાગીના, રોકડ 50 હજાર મળી 91500ની મતાની ચોરી કરી હતી. આ બાબતે રમેશભાઇ પટેલને જાણ થતાં ભાણેજ સામે ફરિયાદ નોંધાવી હતી.

ચોરી કર્યાનું કબૂલતા અટક કરાઇ
રમેશભાઈનું ઘર બંધ હોય તેના ઘરની ચાવી બાજુમાં રહેતા ભાઈને ત્યાં મુકતા હતા. 29મી જુલાઈના રોજ તેઓ ઘરે આવ્યા ત્યારે તાળુ બરાબર હતું પરંતુ ઘરમાં વસ્તુ ચોરાઈ જતા ભાણેજ હિના પટેલની પૂછપરછ કરતા તેણે ચોરી કર્યાનું કબૂલ્યું હતું. હિનાએ દાગીના અને મુદ્દામાલ નહીં આપતા અંતે પોલીસમાં ફરિયાદ કરી મહિલા આરોપીની અટક કરી હતી. અન્ય આરોપી સગીર હોય તેને ડિટેન કરવાની કામગીરી ચાલુ છે. - ડી.કે.પટેલ, પીઆઇ, નવસારી ગ્રામ્ય

અન્ય સમાચારો પણ છે...