વેસ્ટર્ન રેલવે દ્વારા દર મહિને રેલવે સ્ટેશન પર મેજિસ્ટ્રેટ કોર્ટનું આયોજન કરવામાં આવે છે. તેના ભાગરૂપે આજે શનિવારે નવસારી રેલવે સ્ટેશન ઉપર રેલવે લાઇન ક્રોસિંગ, નો પાર્કિંગ, રેલવેના ડબ્બામાં ગેરકાયદેસર સામગ્રી વેચવા વાળા, સાથે ચેન પુલિંગનો દુરૂપયોગ કરનારા કુલ 95 લોકો સામે દંડાત્મક કાર્યવાહી મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવી હતી.
આજે સવારે નવસારી રેલવે સ્ટેશન ઉપર સુરતથી આવેલા મેજિસ્ટ્રેટ દ્વારા RPF જવાનોને સાથે રાખી નિયમોના ભંગ કરતા લોકો સામે સખત પગલાં ભરવામાં આવ્યા હતા. રેલવે લાઇન ક્રોસ કરતા લોકોના કારણે અકસ્માત થતા હોય છે, જેને કારણે લાઇન ક્રોસ કરવાનો ગુનો ગંભીર ગણવામાં આવે છે.
બીજી તરફ રેલવેના ડબ્બામાં અનઅધિકૃત રીતે સામગ્રી વેચતા વેપારીઓ રેલ્વે પરિસરમાં નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક કરતા પેસેન્જરો સહિત રેલવેમાં આકસ્મિક રીતે ટ્રેનને રોકવા માટે ઉપયોગી ચેન પુલિંગનો દૂરઉપયોગ કરતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી હતી. જેને 95 લોકોને મેજિસ્ટ્રેટ સામે હાજર કરતા તેમની પાસેથી કુલ 36 હજાર 900 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરીમાં રેલવે પ્રોટેક્શન ફોર્સના 7 જવાનો કામગીરીમાં જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.