વતનમાં દિવાળી:મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ પોતાના ઘરે નવસારીમાં પરિવાર સાથે કરશે દિવાળીની ઉજવણી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 અને 5 નવેમ્બર એમ બે દિવસ નવસારી આવશે
  • મધ્યપ્રદેશ થી તેમનો સ્ટાફ પ્રોટોકોલ ફોલો કરવા અગાઉથી નવસારી આવી પહોંચ્યાં

રાજ્યના પૂર્વ કેબિનેટ મિનિસ્ટર અને ધારાસભ્ય મંગુભાઈ પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ બન્યા બાદ પણ ખાસ પ્રસંગોએ તેઓ નવસારી આવતા રહે છે. જે પૈકી નવરાત્રિ, ગણેશ ઉત્સવ સહિત હવે દિવાળી તહેવારમાં પણ પોતાના પરિવારને સમય ફાળવવા માટે નવસારી આવવાના છે.

દિવાળી તહેવારની ઉજવણીને લઈ રાજ્યપાલ મંગુભાઇ પટેલ તારીખ 4 અને 5 નવેમ્બર એમ બે દિવસ નવસારી આવશે. ત્યારબાદ તેઓ ફરીવાર MP માટે રવાના થશે. જે માટે મધ્યપ્રદેશ થી તેમનો સ્ટાફ પ્રોટોકોલ ફોલો કરવા અગાઉથી નવસારી આવી પહોંચ્યાં છે. સાથે જ નવસારી પોલીસ પણ બંદોબસ્તમાં ફરજ બજાવી રહ્યી છે.

કોઈપણ ઉચ્ચાં હોદ્દા પર બિરાજતા નેતા હોય કે બંધારણીય પદ ધરાવતા રાજ્યપાલ દરેક પોતાના વતન શહેર અને ગામડાઓથી રૂઢી અને પરંપરાગત રીતે જોડાયેલા હોય છે. જેથી દિવાળી પ્રકાશ પર્વ પર મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઇ પટેલ નવસારી તેમના જુના ઘરે દીકરા દીકરી સહિત બાળકોને સમય આપી દિવાળીની ઉજવણી પરિવાર સાથે કરશે.

અન્ય સમાચારો પણ છે...