મકરસંક્રાંતિ ઉજવવા મહામહિમ વતનમાં:મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ મકરસંક્રાતિ પર્વને લઈ પરિવાર સાથે નવસારી આવી પહોંચ્યાં

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત રક્ષાબંધન, ગણેશ મહોત્સવ, દિવાળી સહિતના તહેવારોમાં પણ મંગુભાઈ પટેલ વતનમાં આવ્યા હતા
  • 16 મી જાન્યુઆરી સુધી મધ્યપ્રદેશના રાજ્યપાલ નવસારીમાં રોકાશે

રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય તેમજ હાલ મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ મકરસંક્રાતિ ઉજવવા પરિવાર સાથે નવસારી આવી પહોચ્યા છે. તેઓ 16 જાન્યુઆરી સુધી નવસારીમાં જ રોકાશે. મંગુભાઈ પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ બન્યા બાદ તેમનું સત્તાવાર નિવાસ સ્થાન મધ્ય પ્રદેશનું રાજભવન છે, પરંતુ મંત્રી હોય કે સંત્રી તહેવાર નિમિત્તે દરેકને પરિવાર ની યાદ ફરજિયાત આવે છે ત્યારે મંગુભાઈ જ્યારથી રાજ્યપાલ બન્યા છે ત્યારથી અત્યાર સુધી તમામ તહેવારોમાં પરિવારને સમય આપી પોતાના વતન તહેવારની ઉજવણી કરે છે. ત્યારે આગામી 14મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે તેઓ આજે સાંજે નવસારી તેમના સુરક્ષાના કાફલા સાથે આવી પહોંચ્યા હતા.

નવસારીના ઘરદીવડા તરીકે જાણીતા થયેલા મંગુભાઈ પટેલે સક્રિય રાજકારણમાં અનેક વર્ષો ગુજરાતને આપ્યા છે અને નવસારી વિધાનસભા સીટ ઉપરથી તેમણે અનેક વર્ષ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રૂપે કાર્ય કર્યું છે. છઠ્ઠી જુલાઈ 2021ના રોજ તેઓ મધ્યપ્રદેશના રાજ્યપાલ બન્યા બાદ તહેવારો દરમિયાન મોટાભાગનો સમય નવસારીમાં ગાળ્યો છે.

રાજ્યપાલ મંગુભાઈ પટેલની રાજકીય સફર

રાજ્યપાલ મંગુભાઈ પટેલે વર્ષ 1990માં પ્રથમ વખત નવસારી વિધાનસભા પરથી ધારાસભ્ય બન્યા બાદ સતત 27 વર્ષો સુધી ધારાસભ્ય રહ્યા હતા. જેમાં 5 ટર્મ નવસારી અને 1 ટર્મ ગણદેવીના ધારાસભ્ય તરીકે સેવા આપી હતી. જોકે, વર્ષ 2017માં ઉંમરની બાધને કારણે મંગુભાઇને ધારાસભ્ય પદ ખોવુ પડયુ હતું. ધારાસભ્ય દરમિયાન મંગુભાઇએ 18 વર્ષ સુધી રાજ્ય સરકારમાં પ્રધાન પદ ભોગવ્યું હતું, જેમાં પ્રથમ રાજ્ય કક્ષાના અને ત્યારબાદ કેબીનેટ પ્રધાન રહ્યા હતા. ખાસ કરીને આદિવાસી નેતા તરીકે અને ગુજરાતના પૂર્વ વન મંત્રી તરીકેની તેમની કારકિર્દી ગુજરાત હંમેશા યાદ રાખશે.

અન્ય સમાચારો પણ છે...