રાજ્યપાલ વતનમાં દિવાળી ઉજવશે:મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ દિવાળી તહેવાર મનાવવા નવસારી આવી પહોંચ્યા

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હિન્દુ ધર્મમાં દિવાળી એ તમામ તહેવારોમાં પ્રથમ હરોળમાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન તમામ શુભ મુહૂર્ત અને નવા વર્ષની શરૂઆત પણ આજ તહેવાર દરમિયાન થતી હોય છે. તમામ લોકો જે પોતાના વતનથી દૂર રહે છે તે દિવાળી દરમિયાન પરિવાર સાથે દિવાળી ઉજવવા વતનમાં પરત આવતા હોય છે. ત્યારે નવસારી રહેતા ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મિનિસ્ટર અને નવસારીના ધારાસભ્ય મંગુભાઈ પટેલ હાલમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ છે. જેઓ દિવાળી નજીક આવતા આજે પોતાના કાફલા સાથે નવસારી આવ્યાં છે અને આશરે દસ દિવસ વતનમાં રહશે જે બાદ ફરી M.P પરત ફરશે.

નવસારી પોતાના પરિવાર સાથે રહેશે
લાંબા સમયથી મંગુભાઈ પટેલ નવસારી આવી શક્યા નહોતા રાજ્યપાલ તરીકે મધ્યપ્રદેશમાં મહત્વના કામો કરવામાં વ્યસ્ત રહેતા રાજ્યપાલ હવે દિવાળી દરમિયાન પોતાના પરિવાર સાથે સમય વિતાવવા માંગે છે જેથી તેઓ આજથી નવા વર્ષ દરમિયાન નવસારી પોતાના પરિવાર સાથે રહેશે.
રાજ્યપાલથી લઈને દેશના તમામ નાગરિકોને તહેવાર દરમિયાન પોતાના વતનની યાદ આવતી હોય છે. ત્યારે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પણ પોતાના કાફલા સાથે આજે સાંજે નવસારી આવી પહોંચ્યા હતા. પ્રોટોકોલ મુજબ તેમનો સ્ટાફ પણ નવસારી આવી પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...