તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જળ યજ્ઞ:ડાંગ અને મહારાષ્ટ્રમાં 7 વર્ષમાં 110 બોર બનાવ્યાં

નવસારી17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સત્યસાંઈ સેવા સમિતિએ મહારાષ્ટ્રના 7 ગામમાં પણ બોર બનાવી જળસંકટ દૂર કર્યુ

ડાંગ અને મહારાષ્ટ્રના આંતરીયાળ ગામોમાં છેલ્લા 7 વર્ષમાં સત્યસાંઈ સેવા સમિતિએ 110 જેટલા બોર બનાવ્યા છે. બોરની સાથે પાણીની ટાંકી પણ ગ્રામજનો માટે મુકવામાં આવી છે. ડાંગની સાથે અડીને આવેલ મહારાષ્ટ્રના સુરગાણા તાલુકાના 7 જેટલા ગામોમાં વોટર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં પાણીના બોર કરી ગામમાં પાણીની ટાંકી લગાવી હજારો લોકોની પીવાના પાણીની તકલીફ નો કાયમી ઉકેલ કરી આપ્યો છે.

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલીબજાર ખાતે માનવ સેવા એજ માધવ સેવા સૂત્ર સાથે ભગવાન સત્યસાંઈના આશીર્વાદથી વર્ષોથી તબીબી સેવા આપતા ડો. ચેતન મહેતાના માર્ગદર્શન હેઠળ હસમુખભાઈ પંચાલ અને તેમની ટીમે મહારાષ્ટ્રના પછાત અને આદિવાસી વસ્તી ધરાવતા નાશિક જીલ્લાના સુરગાણા તાલુકાના બરડીપાડા, ઘુરપાડા, કરવારપાડા, ગુહી, ગડીપાડા, ખોટરેવસ્તી અને પારવીવાશી જેવા 7 ગામોમાં પડતી પાણીની તકલીફને કાયમી દુર કરવા માટે વોટર પ્રોજેક્ટ કર્યો છે.

આ પ્રોજેક્ટમાં દરેક ગામમાં પાણીનો બોર કરી આપી પાણીના સંગ્રહ માટેની મોટી ટાંકી બનાવી આપવાનું કામ કરવામાં આવ્યુ છે. ઉપરોક્ત સાત ગામોમાં પાણીના બોર બનાવીને ગામની મધ્યમાં લોકોને સગવડ મુજબ ટાંકી બનાવીને પીવાનું સુધ્ધ પાણી મળી રહે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સાત ગામોના હજારો માણસોની કાયમ માટે તરસ બુઝાવવાનું માનવતાના કાર્ય સાથે દરેક લોકોને ભોજન કરવીને જીવન જરૂરિયાતની વસ્તુનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મરોલીની આ સેવાભાવી સંસ્થા દર વર્ષે નવસારી અને ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામોમાં મેડીકલ કેમ્પ કરે છે સાથે પીવાના પાણી માટેની સુવિધા પૂરી પાડવાનું કાર્ય કરે છે.

સેવાનો કોઈ ધર્મ નથી હોતો
સત્યસાંઈ સેવા સમિતિમાં અમે 8 જેટલા મુસ્લિમો નિસ્વાર્થ ભાવે સેવા આપીએ છીએ. સત્યસાંઈ સેવા સમિતિમાં સર્વ ધર્મ સમભાવની વિચારધારાએ દરેક સેવાભાવી વ્યક્તિ પોતાની સેવા આપે છે અને હું માનું છું કે સેવાનો કોઈ ધર્મ હોતો નથી. - ફિરોઝભાઈ, સત્યસાંઈ સેવા સમિતિ, મરોલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો