નવસારીથી ગ્રાઉન્ડ રિપોર્ટ:નીચાણવાળા વિસ્તારો બાદ હવે શહેરની મુખ્ય બજારોમાં બે-બે ફૂટ પાણી ભરાયા, લોકો પાણી વચ્ચે રહેવા મજબુર

નવસારી3 મહિનો પહેલા
  • મોટા બજાર લુંસીકુઈ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી
  • તરોટા બજાર વિસ્તારમાં ફસાયેલા લોકોને NDRFએ રસ્ક્યૂ કર્યા

નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદથી તારાજી સર્જાઈ છે. પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓ ગાંડીતૂર બનતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ બની છે. વરસાદી માહોલે આફત સર્જી છે. જેને કારણે સીધી અસર લોકોના જનજીવન ઉપર પડી છે. આકાશમાંથી આફતરૂપી વરસતા વરસાદે જનજીવન અસ્ત વ્યસ્ત કરી નાખ્યું છે. અત્યાર સુધી પૂર્ણા નદીના આસપાસ વસેલા નીચાણવાળા વિસ્તારોમાં અને ઘરોમાં પાણી ભરાયા હતા. જ્યારે હવે શહેરની મુખ્ય બજારોમાં પણ બે-બે ફૂટ જેટલા પાણી ભરાતા ચિંતાજનક વાતાવરણ ઊભું થયું છે. જે વિસ્તારોમાં કદી પાણી ભરાતા ન હતા ત્યાં પણ હવે મુસીબત રૂપ પાણી જોવા મળી રહ્યુ છે.

NDRFની ટીમે અનેક લોકોનું રેસ્કયૂ કર્યું
જુનાથાણા મોટા બજાર અને વિજલપુર સહિતના અન્ય વિસ્તારોમાં પાણી ભરવાની શરૂઆત થઈ ગઈ છે. જેને લઈને લોકોએ બહાર ન નીકળવું એ હિતાવહ છે. તરોડા બજારમાં ફસાયેલા લોકોને NDRFની ટીમે રેસ્ક્યૂં કર્યા હતા. નવસારીમાં પૂરની ભયાવહ પરિસ્થિતિને પગલે સમગ્ર જિલ્લાનું તંત્ર કામે લાગ્યું છે. જ્યાં પાલિકાના ફાયર વિભાગને પહોંચવામાં તકલીફ પડી રહી છે એ સ્થળે એનડીઆરએફની ટીમો કામે લાગી છે. નવસારી શહેરના તરોતાં બજાર વિસ્તારમાં વધુ પાણી ભરાતા દંપતિને એનડીઆરએફની ટીમે રેસ્ક્યૂં કરી સલામત સ્થળે ખસેડ્યાં હતા.

અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
ભેસતખાડા જે રહેણાંક વિસ્તાર છે ત્યાં પણ નદી વહેતી હોય તેવું જોવા મળી રહ્યુ છે. લોકો છેલ્લા 48 કલાકથી ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે. સાથે જ તેમને તંત્રની સામે ફરિયાદ પણ છે કે તેમની પૂછપરછ કરવા કોઈ આવ્યું નથી. તેમજ કોઈ ફૂડ પેકેટ પણ આપવામાં આવ્યું નથી. લોકો જાતે શાકભાજી અને અન્ય કરિયાણું લાવીને જીવન નિર્વાહ કરી રહ્યા છે.

શહેરમાં હજુ પણ ધોધમાર વરસાદ શરૂ
શહેરમાં હજુ પણ ધોધમાર વરસાદ શરૂ
NDRFની ટીમે અનેક લોકોનું રેસ્ક્યૂ કર્યુ
NDRFની ટીમે અનેક લોકોનું રેસ્ક્યૂ કર્યુ
અન્ય સમાચારો પણ છે...