તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાંત અિધકારીની જાહેરાત:લવ જેહાદ,ગૌહત્યા-ધર્માંતરણ રોકવા વિહિપ પ્રતિબદ્ધ

નવસારી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 58 વર્ષમાં પ્રવેશ પ્રસંગે વિશ્વ હિંદુ પરિષદના પ્રાંત અિધકારીની જાહેરાત

નવસારીમાં જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત અધિકારી અશ્વિન બારોટે સ્થાપનાના 58 વર્ષમાં પ્રવેશ પ્રસંગે આવનારા સમયમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોની માહિતી આપી હતી. આ પ્રસંગે લવ જેહાદ, ગૌહત્યા, રખડતા ઢોર અંગેના પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા.

નવસારી વિશ્વ હિંદુ પરિષદના અશ્વિન બારોટ, પ્રગ્નેશ પટેલ, દિનેશ નાવડીયા, અજય વ્યાસ, સાગર પ્રજાપતિની ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદની પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં માહિતી આપતા અશ્વિન બારોટે જણાવ્યું કે વિશ્વ હિંદુ પરિષદની સ્થાપના 29 ઓગસ્ટ 1964ના જન્માષ્ટમીનાં પાવન અવસરે થઇ હતી. આજે 57 વર્ષ પૂર્ણ કરી 58મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. સંગઠિત હિંદુ સમાજ માટે સ્વાસ્થ્ય, શિક્ષા, આત્મ સશક્તિકરણ સાથે 1 લાખ કરતા વધુ સેવા યોજનાથી હિંદુ સમાજ અને ધર્મના પાયાને મજબુત બનાવી રહી છે.

એટલું જ નહીં હિંદુ સમાજમાં સામાજિક સમરસતા સ્થાપવા માટે પરિણામલક્ષી પ્રયત્નો કરી રહી છે. વિહિપ પોતાના મૂળ મૂલ્યો, શ્રદ્ધા, પવિત્ર પરંપરાઓની રક્ષા કરવા રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન, અમરનાથ યાત્રા, રામસેતુ રક્ષા, ગંગા રક્ષા, ગૌરક્ષા, મંદિરોની રક્ષા, ધર્માંતરણ રોકવા, લવ જેહાદ, બાંગ્લાદેશી અને રોહીન્ગ્વા મુસલમાનોની ઘુસપેઠ જેવા મુદ્દાઓ ઉઠાવી હિંદુ સમાજની વચ્ચે પોતાની આગવી ઓળખ ઉભી કરી ચૂકી છે. પરિણામે હિંદુ ધર્મના વિવિધ સંપ્રદાયોના તમામ ધર્માચાર્યોને એક મંચ પર ભેગા કરવા તથા ધર્માંતરિત થયેલા હિંદુ બાંધવોને સ્વૈચ્છિક ઘરવાપસી કરાવવામાં સફળ રહી છે.

આગામી સમયમાં 3000 થી વધુ કાર્યકરોને વિહિપમાં પ્રવેશ અપાશે
લવજેહાદ દ્વારા ભારતનો વિનાશ કરવાનો એજન્ડાએ ધર્માંતરણ છે. હિંદુ ધર્મ ઉદાર છે. રાષ્ટ્રની દરેક દીકરી સુરક્ષિત રહેવી જોઈએ. 5 વર્ષમાં 50થી વધુ દીકરીને લવ જેહાદમાંથી મુક્ત કરાવી છે. કોઈપણ ધર્મની દીકરી સુરક્ષિત રહે તે માટે વિશ્વ હિંદુ પરિષદ મક્કમ છે. સ્વસુરક્ષાના વર્ગો માટે અમારો સંપર્ક કરી શકો છો. આગામી સમયમાં રક્તદાન શિબિર, નગરપથનું આયોજન અને આગામી સમયમાં 3 હજારથી વધુ કાર્યકરોને વિહિપમાં પ્રવેશ અપાશે. > અશ્વિન બારોટ, પ્રાંત અધિકારી, વિહિપ

અન્ય સમાચારો પણ છે...