તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશમાં ધર્મપરિવર્તન કરી વિધર્મી દ્વારા લવ જેહાદ કરવાના કિસ્સા બનતા ઘણી રાજ્ય સરકારે લવજેહાદ અટકાવતો કાયદો લાવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા પણ 1લી એપ્રિલે વિધાનસભામાં કાયદો લાવી હવે લવજેહાદ કરનારાઓને આકરી સજા કરવામાં આવશે તેમ જાહેર કરતા સરકારનો આભાર માની આ નિર્ણયને નવસારીમાં હિન્દુ યુવાવાહિની અને અખિલ ભારતીય હિન્દુ મહાસભાના કાર્યકરોએ જમાલપોરમાં ફટાકડા ફોડી અને એકબીજાનું મોઢું મીઠું કરાવી વધાવી લીધો હતો.
નવસારીના ગૌરક્ષક અને હિન્દુ યુવાવાહિનીના પ્રદેશ પ્રમુખ સાજનભાઈ ભરવાડ અને કાર્યકરો સરકારના નિર્ણયને વધાવવાં જમાલપોરમાં ભેગા થયા હતા અને ફટાકડા ફોડી એકબીજાનું મોઢું મીઠું કરાવીને સરકારના નિર્ણયને વધાવી લીધો હતો. સાજનભાઈએ જણાવ્યું કે હવે ખોટી રીતે યુવતીઓને ફસાવતા વિધર્મી તત્વોને કાયદા મુજબ સખત સજા થશે. ઉપરાંત આ બાબતે હિંદુ સંગઠનોએ વારંવાર રજૂઆત કરી હતી. સખત કાયદો લાવતા અમે સરકારને અભિનંદન પાઠવીએ છીએ.
લવજેહાદ કાયદાની જોગવાઈઓ....
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.