તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રતિબંધ:રાત્રિના 10થી સવારે 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર પાબંદી

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચૂંટણી પંચનો લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ

નવસારી જિલ્લામાં તાલુકા પંચાયત-જિલ્લા પંચાયત તથા પાલિકાની સામાન્ય ચૂંટણી મતદાન 28મી ફેબ્રુઆરીએ યોજાનાર છે. ચૂંટણીપંચ દ્વારા લાઉડ સ્પીકરના ઉપયોગ બાબતે આપેલી સૂચનાનો ચૂસ્તપણે અમલ કરવાની સૂચના આપી છે. જેના ભંગ કરનાર કસૂરવારો સામે કાર્યવાહી હાથ ધરાશે એમ જિલ્લા મેજીસ્ટ્રેટ આર્દ્રા અગ્રવાલે જાહેરનામા દ્વારા જણાવ્યું છે.

આ જાહેરનામાં મળેલી સત્તાની રૂએ આ હુકમનામાનો તાત્કાલિક અસરથી આગામી 2મી માર્ચ 2021 સુધી સમગ્ર ચૂંટણી ગાળા દરમિયાન ચૂંટણી પ્રચારના કોઇપણ હેતુ માટે કોઇપણ પ્રકારના વાહનો પર ગોઠવેલા કે જાહેરસભાના હેતુ માટે સ્થાયી સ્થિતિમાં ગોઠવેલા લાઉડ સ્પીકરનો ઉપયોગ બાબતે જરૂરી સૂચનાઓનો અમલ કરવાનો રહેશે. સમગ્ર જિલ્લામાં સવારના 6 થી રાત્રિના 10 વાગ્યા સુધી ઉપયોગ કરવા દેવાશે. આ નિયત સમય સિવાય ઉપયોગમાં લેવાયેલા કોઇપણ લાઉડ સ્પીકરનો ઉપયોગ સાથે સંકળાયેલા તમામ ઉપકરણો સહિત જપ્ત કરાશે.

ચૂંટણી પ્રચાર માટે જાહેર મંચ ઉપર અથવા વાહનો દ્વારા ફરતા લાઉડ સ્પીકરના ઉપયોગ માટે સક્ષમ અધિકારીની લેખિત પરવાનગી પ્રથમ લેવાની રહેશે. ફરતા વાહનોમાં ગોઠવેલ સ્પીકરના ઉપયોગ માટે કરાતી અરજીઓમાં વાહનોના પ્રકાર અને રજીસ્ટ્રેશન નંબર લખવાનો રહેશે. જે વાહન માટે પરવાનગી આપી હોય તે વાહન સંચાલકે પરવાનગીના હુકમ વાહન સાથે રાખવો પડશે. ફરતા વાહનો પર કે નિયત સ્થળે ગોઠવવામાં આવેલા લાઉડ સ્પીકરનો ઉપયોગ કરનારાઓએ ચૂંટણી અધિકારીને અને સ્થાનિક પોલીસ અધિકારીને લાઉડ સ્પીકરના ઉપયોગ બાબતની મેળવેલી પરવાનગી પત્રની સંપૂર્ણ વિગતો લેખિતમાં જણાવવી. આ હુકમનો ભંગ બદલ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 મુજબ સજાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો