તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી લહેરને આમંત્રણ:ગણદેવીમાં સરકારી કચેરીમાં જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, આવક-જાતિના દાખલા માટે લાગી લાંબી લાઈનો

નવસારી3 મહિનો પહેલા
  • કોરોના કાળમાં આ રીતે ભીડ થતી અટકાવવામાં સ્થાનિક તંત્ર નિષ્ફળ
  • સરકારી કચેરીઓમાં આયોજનનો અભાવ જોવા મળ્યો

કોરોનાની બીજી લહેર સમગ્ર રાજ્ય માટે ભયાવહ સાબિત થઇ હતી. એક તરફ સરકાર કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા અને તેના સંક્રમણને અટકાવવા માટે પૂર્વ તૈયારી કરી રહી છે. બીજી તરફ સરકારી કચેરીઓ આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે, જે ત્રીજી લહેરને આમંત્રિત કરી શકે છે. નવસારીના ગણદેવીમાં મામલતદારની કચેરીમાં આવક અને જાતિના પ્રમાણપત્રો લેવા માટે મોટી સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા અને લાંબી લાઇનો લાગી હતી. જેના કારણે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હોવ તેવો નજારો જોવા મળ્યો હતો.

ગણદેવીમાં આવેલી મામલતદાર કચેરી કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતું હોય તે રીતે લોકો આવક અને જાતિના દાખલા લેવા માટે આવતા આયોજનના અભાવે ભીડ ભેગી થઈ ગઈ છે ત્યારે કચેરીમાં કામ કરતા કર્મચારીઓએ જાતિના દાખલા લેવા આવતા લોકો લાઇનબંધ ઊભા રહે અને આયોજનબદ્ધ રીતે કામ થાય તે રીતે વ્યવસ્થા કરવાની જરૂર છે. સરકારી કચેરી સોશિયલ ડિસ્ટસ પાલન નહીં કરે તો સામાન્ય અને બીજા જાહેર કચેરીઓ કઈ રીતે સોશિયલ સાયન્સનું પાલન કરે તે અંગે પ્રશ્નાર્થ છે.

શાળામાં તાત્કાલિક આવક-જાતિક દાખલો મગાવતા વાલીઓ મામલતદાર કચેરીએ દોડ્યા હતા. જેને લઈને સામાજિક અંતર જળવાયું નહોતું પણ પોલીસને જાણ થતાં તાત્કાલિક લોકોને અંતર જાળવવા માટે અપીલ કરીને મામલો થાળે પાડ્યો હતો. આ મામલે ગણદેવી મામલતદાર સાથે એમ.આર.વસાવાના જણાવ્યા મુજબ એમને સોશ્યલ ડીસ્તન્સની જાણ થતાં તાત્કાલિક પોલીસને જાણ કરીને દાખલા લેવા આવેલા લોકોનું ટોળું વિખેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...