નવસારી વિજલપુર નગરપાલિકા હદ વિસ્તારમાં પાલિકાએ આશરે 25 વર્ષ બાદ સીટી બસ સેવાનો પ્રારંભ કર્યો છે. જે આવકારદાયક નિર્ણયને સમગ્ર શહેરએ વધાવ્યો છે. ત્યારે પાલિકાએ સૌથી વધુ શ્રમિકો જ્યાં વસે છે એવા વિજલપુર વિસ્તારને બસ કનેક્ટિવિટીથી દુર રાખતા એક પણ બસ અહીં ફાળવી નથી જેને લઇને અહીંના શ્રમિકોમાં આ નિર્ણયથી રોષ વ્યાપ્યો છે.વિજલપુરના રામનગર, વિઠ્ઠલ મંદિર અને શિવાજી ચોક વિસ્તાર મોટા ભાગનો શ્રમિક વર્ગ વસે છે જે રોજગારી મેળવવા અર્થે શહેરમાં જાય છે. જેથી સિટી બસને આ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ટ્રાફિક મળી રહે તેવી સંભાવના છે છતાં પણ પાલિકા સત્તાધીશો અને બસ ઓપરેટર દ્વારા આ મામલે એક પણ રૂટની ફાળવણી થઇ નથી જેથી આ વિસ્તારમાં સ્થાનિકો પણ માંગ કરી રહ્યા છે કે તેમને પણ બસની સુવિધા આપવામાં આવે.
વિજલપુર વિસ્તાર પાલિકામાં સમાવેશ થયો છે ત્યારે ચૂંટણી પૂર્ણ થયા બાદ વિવિધ સમિતિઓના વહેંચણીમાં પણ અસમાનતા અને વ્હાલા દવલાની નીતિ ના કારણે અનેક નગરસેવકોએ અસંતોષ દર્શાવી લાઈવ મિટિંગમાં થી લેફ્ટ થયા બાદ પ્રદેશની નેતાગીરીએ મધ્યસ્થી કરતા સમિતિઓની ફાળવણીને લઈને તમામ નગરસેવકોએ સમિતિનો હોદ્દો સંભાળ્યો હતો. જે બાદ ફરિવાર વિજલપોર વિસ્તારમાં એક પણ બસનો રૂટ ન ફાળવાતા સ્થાનિકોએ આ મામલે એકને ગોળ અને અન્યને ખોળ જેવો વર્તન થયું હોય તેવું સ્વીકારી રહ્યા છે.
વિજલપોર વિસ્તારમાં રહેતા સ્થાનિક વિનોદભાઈના જણાવ્યા મુજબ, અહીં મોટાભાગનો વર્ગ સુરત અપડાઉ કરે છે જેમાં તેઓ ડેપો અને રેલવે સ્ટેશન રોજ રીક્ષા મારફત જાય છે તેમને જો બસની સુવિધા આપવામાં આવે તો તેમને ભાડામાં ખૂબ અસર પડશે અને તેમને સરળતા રહેશે પણ નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા આ વિસ્તારને એક પણ બસના રૂટ ની ફાળવણી થઈ નથી તેને લઈને અમે માંગ કરીએ છીએ અમને પણ બસ ફાળવવામાં આવે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.