તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી જિલ્લામાંથી છેલ્લા અનેક સમયથી દમણથી દારૂની હેરાફેરીમાં વધારો થયો છે જેને રોકવા માટે જિલ્લા પોલીસ વડાએ કડક સૂચના આપતાં એલ.સી.બી એ હાઇવે અને ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતા વાહનોનું ચેકિંગ શરૂ કર્યું છે જે પૈકી ચીખલી તાલુકાના ખુડવેલ ચાર રસ્તા તરફથી એક ટેમ્પો આવનાર હોવાની બાતમી મળતા પોલીસ નાકાબંધી કરી હતી ત્યારે ટેમ્પો પહેલા પાયલોટિંગ કરી રહેલી લાલ કલરની હુંડાઈ આઈ10 કાર રોકતાં તેણે ઝડપી હંકારી મુકી હતી અને ત્યારબાદ બાતમી વાળો ટેમ્પો આવતા તેને રોકી તેમાંથી તપાસ કરતા ટેમ્પના કેબિનમાં બોક્સ પેક 1068 નંગ વિદેશી દારૂ જેની બજાર કિંમત 1 લાખ ૨૭ હજાર થાય છે તેની સાથે વલસાડ ના રહેવાસી ટેમ્પો ચાલક વિવેક પટેલની ધરપકડ કરી હતી
પાયલોટિંગ કરનાર કોણ
ટેમ્પો ની આગળ પોલીસ થી બચવા માટે પાયલોટિંગ કરનાર કારચાલક વિમલ પટેલને અને રાકેશ પટેલ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે લોકલ ક્રાઇમ બ્રાંચે દારૂ અને ટેમ્પો મળી 4 લાખ 32 હજારનો મુદામાલ કબજે કર્યો છે આ મામલે સમગ્ર તપાસ ગ્રામ્ય પોલીસ કરી રહી છે
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.