હાલાકી:વાંસદા હનુમાનબારી સર્કલ પાસે સ્વચ્છતા અભિયાનના લીરેલીરા

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાંસદા પ્રવેશદ્વાર ગણાતા હનુમાનબારી સર્કલ પાસે કચરાના ઢગલા સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડતા હોય તેવો અનુભવ કરી રહ્યા છે. બીજી તરફ આ કચરો ખાવા આવતા ઢોર રોડ પરથી અવારનવાર પસાર થતા હોવાથી અકસ્માતની ભીતિ વધી ગઈ છે. તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી સર્કલ નજીકથી કચરો દૂર કરી વાંસદા નગરને સ્વચ્છ અને સુંદર બનાવવા પ્રયાસ કરે તેવી લોકમાગ ઉઠી છે.

વાંસદાના પ્રવેશદ્વારે જ કચરાના ઢગલાથી વાંસદા નગરથી છબી ખરડાઈ રહી છે એટલું ઓછુ હોય ત્યાં ઢોર આ કચરાને વેરવિખેર કરી વધુ ગંદકી ફેલાવી રહ્યા છે. વહેલી તકે આ બાબતે કાર્યવાહી કરી હનુમાનબારી સર્કલને ચોખ્ખુચણાંક કરવામાં ન આવે તો વાંસદાની છબી ખરડાઈ રહી છે. પ્રવેશદ્વારે જ ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે ત્યારે વાંસદામાં કેવી હાલત હશે તે અંગે પણ ચોક્કસપણે લોકો વિચારે એ સ્વાભાવિક છે. જેથી વાંસદાને ચોખ્ખુચણાંક કરવા કાર્યવાહી કરવામાં આવે તે જસમયની માગ છે.

કચરાપેટી ભરાતાની સાથે જ તેમાંથી કચરાનો નિકાલ કરવાની કે પછી નવી કચરાપેટી મુકવાની વ્યવસ્થા પણ તંત્રએ ગોઠવવી જરૂરી છે ત્યારે વાંસદા નગરના સંચાલકો આ બાબતે ધ્યાન આપશે કે કેમ તે જોવું રહ્યું. સરકારી અધિકારીઓ પણ આ રસ્તે પસાર થતા હોય છે ત્યારે તેમના ધ્યાને આ બાબત આવતી હોવા છતાં તેઓ પણ આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું પણ જણાય રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...