આદિવાસી મતદારોનો પ્રભાવ:મોદીની જેમ નવસારીની રાજનીતિ A ફોર આદિવાસી થી શરુ થાય,જિલ્લાની 4 પૈકી 3 વિધાનસભામાં આદિવાસી મત નિર્ણાયક

નવસારી19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ પીએમ મોદીએ ગઈકાલે વલસાડ જિલ્લાથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. વલસાડના નાનાપોંઢામાં યોજાયેલી ચૂંટણીસભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે, મારી ABCDની શરૂઆત A ફોર આદિવાસીથી થાય છે. સાથે કહ્યું હતું કે, મારી પાસે ગુજરાત ભાજપ જેટલો સમય માગશે તે આપવા હું તૈયાર છું. નરેન્દ્ર કરતાં ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઈએ એના માટે મારે કામ કરવું છે.

નવસારી જિલ્લામાં પણ ચાર વિધાનસભા બેઠક પૈકી ત્રણ ઉપર આદિવાસી મતો નિર્ણાયક છે.જેમાં નવસારી,ગણદેવી અને વાંસદા બેઠકમાં આદિવાસી મતદારો પર મદાર રહેલો છે.ગણદેવી વિધાનસભામાં 1,11,166 જેટલા મતદારો નોંધાયા છે.વાંસદામાં 2,25,104 મતદારો આદિવાસી છે.જ્યારે નવસારી વિધાનસભામાં પણ શહેરી મતદારો સામે 69,608 આદિવાસી વોટ પ્રભાવી છે. નવસારી શહેરમાં અર્બન વિસ્તાર હોવા છતાં આદિવાસી મતદારો નિર્ણાયક રહ્યા છે.

સમગ્ર ગુજરાતમાં પાટીદાર કોળી અને આદિવાસી મત સરકાર બનાવવા માટે મહત્વના સાબિત થાય છે.દ.ગુજરાતમા પણ અનેક એસ.ટી સીટ મહત્વની છે.જેમાં 2017માં કોંગ્રેસે બાજી મારી હતી.પણ સમય જતાં કેટલાક ધારાસભ્યોએ BJP નો ખેસ ધારણ કરતા હવે કોંગ્રેસ ફરીવાર આ સીટ કબજે કરવા માટે સક્રિય બની છે.ત્યારે વડાપ્રધાન દ.ગુજરાતમાં બીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા ગજવી છે ત્યારે આદિવાસી મતદારોને રીઝવવા માટે કોંગ્રેસ સહિત ભાજપ પણ એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે નાનાપોંઢામાં યોજાયેલી પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આદિવાસીઓ માટે કરેલા વિકાસ કાર્યોની ગાથા વર્ણવી હતી.

અન્ય સમાચારો પણ છે...