વોરિયર્સનું સન્માન:સરહદ પર માતૃભૂમિની સેવા કરતા સૈનિકની માફક જ અગ્નિ સંસ્કાર કરતો કર્મી કોરોનામાં ફરજ અદા કરે છે

નવસારી7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારીમાં અગ્નિ સહાયક ટ્રસ્ટમાં અંતિમવિધિ કરતા કર્મીઓનું સન્માન કરાયું

નવસારીમાં કોરોના મહામારી ને એક વર્ષ થયું છે, ત્યારે કોરોના મહામારીમાં અવસાન થનારને અંતિમ ક્રિયા કરનારા કર્મચારીઓને સન્માન આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક કર્મચારીઓનું રોકડ પારિતોષિક એનાયત કરી તેમની સેવાને કદર કરવામાં આવ્યું હતું.

નવસારીમાં આવેલ લોકમાતા પૂર્ણા નદીના રમણીય તટે સુંદર કુદરતી સૌંદર્ય અને પક્ષીઓના કલરવ અવાજથી સવાર આવતી હતી. કેટલાય દિવસોથી પક્ષીઓના કલરવની જગ્યાએ આક્રંદ, કલ્પાંત, કોઈના કાળજાનો કટકો ગુમાવનારની વેદનાથી માહોલ કરુણામય બન્યો છે. હજી પણ આ સવાર હજી આથમવાની નામ લેતું નથી, આ પૂર્ણા નદીએ વર્ષોથી અનેકોના અસ્થિ તેના પટમાં સમાવ્યા છે. માં પૂર્ણા પણ તેના વહેણને સ્થિર થઈને શાંત સ્વરૂપે આ વિકરાળ રમત જોઈ રહી છે.

આ કઠિન સમયમાં નવસારી સ્મશાન ભૂમિ ટ્રસ્ટના કર્મચારી ગણ સમયની, તેમના પરિવારની અને સૌથી મૂલ્યવાન તેમના જીવની પરવા કર્યા વગર સવારે 6 થી રાત્રે 12(લગભગ) સુધી એક બાહોશ યોદ્ધાની માફક કોવિડ બોડીના અગ્નિ સંસ્કાર કરી રહ્યો છે. આ પવિત્ર ફરજ નિભાવતા આ કર્મચારીને બિરદાવવા માટે મોરબી કડવા પાટીદાર સમાજ દ્વારા ટોટલરૂ. 28000ના કવરો બનાવી દરેક કર્મચારીની કાર્યક્ષમતા મુજબ ભેટ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ટ્રસ્ટી સદસ્ય રામજી કાકાએ તેમના આ સમાજમાંથી દાન રાશિ ઉઘરાવી હતી. તેમને કહ્યું હતું કે, સરહદ પર સીમાં કરતો સૈનિક જેમ ભયના ઓથાર હેઠળ તેની ફરજ નિભાવતો હોય છે. તેવીજ ભૂમિકા આ જીવલેણ વાયરસ સામે મૃત્યુ પામેલ મૃતદેહને અગ્નિ સંસ્કાર કરવામાં જાંબાઝ ફરજ નિભાવે છે. તમામ કર્મચારીઓને સન્માન કરવામા આવ્યું હતું.

અગ્નિ સંસ્કાર ટ્રસ્ટના કર્મચારીઓ પણ કોરોના વોરિયર્સની ભૂમિકામાં
એક વર્ષથી સતત અંતિમ ક્રિયા કરનારા પણ કોરોના મહામારીમાં પણ સતત સેવા આપનાર કર્મચારીઓને ટ્રસ્ટ દ્વારા બિરદાવ્યા પણ મોરબી કડવા પાટીદાર સમાજના અગ્રણી ભગવાનદાસ પાચોટીયા, ચંદુભાઈ ગડારા, ગણેશભાઈ કાસુન્દ્રા, રમેશભાઈ, ડાહ્યાભાઈ બેડીયા, મોહનભાઈ ભાલોડિયાએ અમારા સ્મશાનભૂમિના કર્મચારીઓને પારિતોષિક વિતરણ કર્યા બદલ આભાર માનું છું. > શૈલેષ માળી, પ્રમુખ, અગ્નિ સહાયક ટ્રસ્ટ, નવસારી

અન્ય સમાચારો પણ છે...