તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:ગણદેવીમાં સંક્રમણની સાચી માહિતી માટે મામલતદારને પત્ર

નવસારી13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વ્યક્તિઓની અવર-જવર ઉપર પ્રતિબંધ મૂકવા માંગ

ગણદેવી તાલુકામાં કોરોના સંક્રમિત થયેલા લોકોની સાચી માહિતી આપવા અને જે વિસ્તારમાં સંક્રમિતોની સંખ્યા વધુ હોય ત્યાં પ્રતિબધ મુકવા માટે ધમડાછા ગામના સરપંચ અને મામલતદારને લેખિતમાં જણાવ્યું હતુ. ગણદેવી તાલુકાના ધમડાછા ગામના સામાજીક કાર્યકર અને કિસાન કોંગ્રેસના પ્રમુખ હિમાંશુ અરવિંદભાઈ વશીએ ગણદેવીના મામલતદાર અશોકભાઈ નાઈકને આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનમાં જણાવ્યું કે ગણદેવી તાલુકામાં કોરોનાની સ્થિતિ હાલ બેકાબુ છે, દિનપ્રતિદિન સંક્રમિતોની સંખ્યામાં ખુબ મોટો વધારો થઈ રહ્યો છે. આ સંજોગોમાં ગામમાં કોરોનાની સ્થિતિને લઈને અરાજક્તા ભયનો માહોલ ગ્રામજનો અનુભવી રહ્યો છે, ક્યાં વિસ્તારમાં કેટલા સંક્રમિતા છે એ અંગે સાચી માહિતીના અભાવને કારણે વ્યક્તિઓ દરેક વિસ્તારમાં તેમજ ખોટા અર્થઘટનો લગાવી રહી છે. જેથી ગ્રામજનોમાં વધુ સંક્રમણ-ભય ફેલાઈ રહ્યા હોય એવું જણાઈ આવે છે, તો એવા સંજોગોમાં સરકારનાં સંબંધિત વિભાગ સાથે સંકલન કરી ગ્રામજનોન સાચી માહિતી મળે એ ખુબજ જરૂરી છે.

સંક્રમણ ઘટાડવા માટેના પગલાં લેવા વિવિધ અધિકારીઓને રજૂઆત કરી છે
આ સાંપ્રત સમયમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થાય તે માટે અમુક સમય દરમિયાન દુકાનો, વેપાર-ધંધા બંધ કરવાની અપીલ થઈ ત્યારે ગ્રામજનો-વેપારી સમર્થન કરેલું છે. ગણદેવી-નવસારીને જોડતો એકમાત્ર રોડ પસાર થાય છે, આ રોડ પર સેંકડો વ્યક્તિઓની અવર જવર રહે છે વ્યક્તિઓ રોડ પર ઉભેલી કે ટોળે વળી વાતચીત કરતા નજરે પડતા હોય છે, જેના કારણે સંક્રમણ વધવાની શકયતા હોય જે બાબતે અને સંક્રમણ ઘટાડવા માટેના પગલાં લેવા અને સાચી માહિતી આપવા મામલતદાર, પોલીસ, આરોગ્ય અધિકારીને પણ લેખિતમાં રજૂઆત કરી છે. - હિમાંશુ વશી, જાગૃત નાગરિક, ધમડાછા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો