રજૂઆત:જિલ્લા તલાટી કમ મંત્રી મંડળનું વિવિધ પડતર માંગને લઇ વેદનાપત્ર

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજયમાં ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા રજૂઆત કરાઇ છે

રાજ્ય સરકારમાં પોતાની પડતર માંગણીઓની વારંવાર લેખિતમાં રજૂઆત કરી છે. સરકાર તરફથી કોઇ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી. હવે તલાટી મહામંડળે જિલ્લા કલેક્ટરોને આવેદન આપીને પોતાની માંગો યાદ અપાવી છે. તલાટીઓની સરકાર દ્વારા હજી કોઈ માંગણી સ્વીકારી નથી. 13મી સપ્ટેમ્બરથી રાજ્યવ્યાપી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેને લઈને 13મી સપ્ટેમ્બરે સોમવારે તમામ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

નવસારી જિલ્લાના તમામ તલાટીઓએ 13મી સપ્ટેમ્બરે નવસારી કલેક્ટરને આવેદન સોંપ્યું હતું. જેમાં વર્ષ 2004-05ની ભરતીના તલાટી કમ મત્રીને સળંગ નોકરી ગણવા, વર્ષ 1 લી જાન્યુઆરી 2016ના પ્રથમ અને દ્વિતીય પગાર ધોરણ મંજુર કરવા, તલાટી કમ મંત્રીને વિસ્તરણ અધિકારી સહાય અને વિસ્તરણ અધિકારી આંકડા અધિકારી તરીકે પ્રમોશન બાબત, રેવન્યુ મહેસુલ તલાટીને પંચાયત તલાટીમાં મર્જ કરવા, વર્ષ-2006માં ભરતી થયેલ તલાટી કમ મંત્રીને સળંગ નોકરી ગણવા બાબતે રજૂઆત કરી પણ 2007ના તલાટીને 2019માં નોકરીમાં વર્ષ પુરા થતા મળવાપાત્ર પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ નામંજૂર કરવામાં આવ્યું તે પુનઃ શરૂ કરવા બાબત, E TAS કે અન્ય ઉપકરણથી તલાટી કમ મંત્રીની હાજરી પુરવાનો નિર્ણય રદ કરવા, આંતર જિલ્લા ફેરબદલી, પંચાયત સિવાયની અન્ય વધારાની જવાબદારી નહીં આપવા, તલાટી ઉપર હુમલા અને તેમની બરતરફી સહિત માંગો અગાઉની સરકાર સામે મૂકી હતી. આ બાબતે સરકારે થઈ જશે તેમ જણાવ્યું હતું પરંતુ 3 વર્ષ થવા છતાં કોઈ માંગ પૂરી નહીં કરતા સરકાર સામે બાયો ચડાવી માંગો પુરી કરવા સજ્જ બન્યા છે.

આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો કરાશે
નવસારી જિલ્લામાં પણ 200થી વધુ તલાટી વિવિધ કાર્યક્રમો કરશે. જેમાં 20મી સપ્ટેમ્બરે રાજ્યના તમામ તલાટી મંત્રીઓ કાળી પટ્ટી ધારણ કરશે. 27મીએ પેનડાઉન, 1લી ઓકટોબરે રાજ્યનાં તમામ તલાટી-મંત્રીઓ માસ સીએલ મુકશે. તમામ તલાટી મંત્રીઓ તમામ પ્રકારની ઓનલાઇન કામગીરી તથા મહેસુલી કામગીરીનો તલાટી મંત્રી કેડરનાં પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી બહિષ્કાર કરશે. 7મી ઓક્ટોબરે જિલ્લા પંચાયત કચેરીમાં બેનરો સાથે એક દિવસના પ્રતિક ધરણાં કરાશે. > કેતન પટેલ, પ્રમુખ, નવસારી જિલ્લા તલાટી કમ મંત્રી

અન્ય સમાચારો પણ છે...