તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:શનિવારે 18+નું 5 હજાર કરતા ઓછું રસીકરણ

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હાલ સુધીમાં 18+ના 20 %ને પહેલો ડોઝ
  • અભિયાનના પ્રથમ દિવસે વધુ થયું હતું

નવસારી જિલ્લામાં 18+ રસીકરણનું મહા અભિયાન શરૂ થયાના શનિવારે છઠ્ઠા દિવસે 5 હજારથી ઓછું રસીકરણ થયું હતું. નવસારી જિલ્લામાં 18+નું રસીકરણનું મહા અભિયાન 21 જૂનને રવિવારે વાજતે ગાજતે શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતના પ્રથમ દિવસે તો 15500થી વધુ યુવાનોને રસી આપવામાં આવી હતી. જોકે ત્યારબાદ થોડો ઘટાડો થયો છે. મહા અભિયાનના છઠ્ઠા દિવસ શનિવારે તો રસીકરણમાં ભારે ઘટાડો થઈ 5 હજાર કરતા ઓછી રસી મુકવામાં આવી હતી.

મળતી વિગતો મુજબ શનિવારે દિવસ દરમિયાન 4669 રસી મુકાઈ હતી,જેમાં 4637 જણાને રસીનો પહેલો ડોઝ અને 31 જણાને બીજો ડોઝ અપાયો હતો. તાલુકાવાર જોઈએ તો નવસારીમાં 1241, જલાલપોરમાં 562, ગણદેવીમાં 1519, ચીખલીમાં 535, ખેરગામમાં 208 અને વાંસદામાં 604 જણાને રસી અપાઈ હતી. શનિવારના રસીકરણ સાથે જિલ્લામાં 18+ના રસીકરણનો પહેલો ડોઝની કુલ સંખ્યા 126954 થઈ ગઈ છે. 18+ના ટાર્ગેટ સામે 20 ટકાનું રસીકરણ થઈ ગયું છે. શનિવારે કોવિશિલ્ડ કરતા કોવેક્સિન રસી વધુ અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...