લોકડાઉન:દમણથી ખુલ્લેઆમ વાપીમાં મોપેડ ઉપર લવાતો દારૂ ઝડપાયો, એલસીબીએ 8,500નો દારૂ અને વાહન કબજે લીધા

નવસારી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક તરફ દમણથી ગુજરાતમાં પ્રવેશવાની તમામ સરહદો સીલ કરવામાં આવી છે ત્યારે બે માસના લોકડાઉનમાં બૂટલેગરો બેફામ ખુલ્લેઆમ દમણથી દારૂની ખેપ મારતા રહ્યા છે.  એલસીબી સ્ટાફ બુધવારે બપોરે મોરાઇ અને બલીઠા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે વટાર ત્રણ રસ્તા નજીક એક મોપેડ નંબર જીજે 15 ડીઇ 6952 ઉપર બે સવારી આવતા દેખાયા હતા. પાછળ બેસેલા ઇસમે રેકઝિનના થેલામાં દારૂનો જથ્થો લઇ જતો હોવાની શંકા જતા પોલીસે મોપેડને ઊભી રાખવાનો ઇશારો કર્યો હતો.

જોકે, મોપેડ ચાલકે મોરાઇ ડુંગર ફળિયા તરફ મોપેડ હંકારી મુકતા પોલીસે પીછો કર્યો હતો. થોડે દૂર જઇને ચાલક અને પાછળ બેસેલા ઇસમ મુદ્દામાલ અને વાહન મુકીને ફરાર થઇ ગયા હતા. પોલીસે થેલામાં તપાસ કરતાં તેમાંથી દારૂ અને બિયરની 129 બોટલ મળી હતી. પોલીસે વાહન અને દારૂ મળી કુલ 58,500નો જથ્થો કબજે લઇને વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...