હાઈપ્રોફાઈલ જુગારધામ:બિલ્લીમોરાની આઇસ ફેક્ટરીમાં ચાલતા જુગારધામ પર LCBના દરોડા, 16 લાખના મુદ્દામાલ સાથે 8 શખ્સો રંગેહાથ ઝડપાયા

નવસારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પકડાયેલા જુગારીઓમાંથી મોટાભાગના વેપારીઓ અને બિલ્ડર હોવાની વાત

હાલમાં લાભપાંચમ પૂર્ણ થયા બાદ મોટાભાગના વેપારીઓ નવા વર્ષમાં વેપારના જોતરાયા છે. ત્યારે બીજી તરફ કેટલાક લોકો હજી પણ રજાના અને તહેવારના મૂડમાં હોય તેમ ગેરકાયદેસર પ્રવૃત્તિમાંથી બાઝ આવતા નથી. ત્યારે બીલીમોરા વિસ્તારમાં કે જ્યાં આઇસ ફેક્ટરી ધરાવતો પ્રકાશ ભોગાયતા પોતાની કંપનીમાં બહારથી લોકોને બોલાવીને જુગાર રમાડતો હોવાની બાતમી નવસારી એલસીબી ને મળી હતી જેને લઇને રેડ કરતાં રંગેહાથ 8 જુગારીયાઓ ઝડપાયા હતા.

બીલીમોરા દેવસર સરદાર માર્કેટ રોડ ઉપર આવેલી હરસિદ્ધિ આઈ ફેક્ટરીનો માલિક પ્રકાશ ભગવાનભાઈ ભોગાયતા જુગાર રમવા માટે બહારથી લોકોને બોલાવી પોતાની ફેક્ટરીમાં જુગાર રમાડતો અને તે માટેની સુવિધાઓ સાથે ગંજીપાની તીન પત્તીનો હારજીતનો જુગાર રમાડી તેના પેટે પૈસા વસુલીનો અખાડો ચાલતો હતો. જેને લઇને મોડી રાત્રે રેડ કરવામાં આવતા એલસીબીએ 16 લાખ 72 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

જુગાર રમતા પકડાયેલા આરોપીઓ

પ્રકાશ ભગવાનભાઈ ભોગાયતા

ધીરેન સુમનભાઈ દેસાઈ,

શાંતિ મોહનભાઈ અગેરા,

વિશાલ મહેશભાઈ મોદી,

ધવલ બટુકભાઈ દરસડીયા,

અશોક રામજીભાઈ ટુકડીયા,

અરવિંદ મનસુખભાઈ જીવાણી

​​​​​​​કલ્પેશલાભુભાઈ દેત્રોજા

​​​​​​​મસમોટો મુદ્દામાલ એલસીબીએ આરોપીના અને જડતી કરતાં 5 લાખ 88 હજાર રોકડા, નાણા પેટે ઉઘરાવેલા રોકડા 9000, દાવ ઉપર મૂકેલા 1 લાખ 34 હજાર રોકડા, 9 મોબાઈલ 2 લાખના, એક્ટિવા 50 હજારની, મારુતિ આર્ટિગા 5 લાખ અને હુંડાઇ વરના 2 લાખ, મળી કુલ 16 લાખ 72 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલે બિલ્લીમોરા પોલીસના નાકના નીચે જુગારધામ ધમધમી રહ્યું હતું જે સ્થાનિક પોલીસની જાણ બહાર હતું કે રહેમ નજર હતી એ અંગે શહેરમાં ચર્ચાઓ ઉઠવા પામી છે. આ હાઈપ્રોફાઈલ જુગરધામમાં મોટાભાગના જુગારીઓ વેપારી અને બિલ્ડર હોવાનું મનાય રહ્યું છે. જોકે, સમગ્ર કેસની તપાસ બિલ્લીમોરા પોલીસ મથકને જ સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...