ઘઉંની આડમાં દારૂની હેરાફેરી:નવસારીના ચીખલીમાં ટ્રકમાંથી 1.92 લાખની કિંમતના દારૂ સાથે એકને LCBએ ઝડપી પાડ્યો, બે વોન્ટેડ જાહેર

નવસારી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રકમાં ઘઉંના ભૂંસાની આડમાં દારૂ ભરી સુરતના મહુવા લઈ જવામાં આવતો હતો
  • પોલીસે 1.92 લાખનો દારૂની સાથે ટ્રક અને મોબાઈલ રોકડા મળી 5,93,120 નો મુદ્દામાલ કબજે કર્યો

દમણ અને સેલવાસથી મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. ત્યારે બુટલેગરો અવારનવાર કોઈ પણ ખાદ્ય પદાર્થની આડમાં દારૂની હેરાફેરી કરી રહ્યા છે. જોકે, પોલીસ તેના પર બાઝ નજર રાખી તેને ઝડપી રહી છે. ત્યારે નવસારીના ચીખલી તાલુકાના સરેયાથી સળવલ્લાના ભવાની મંદિર નજીકથી ટ્રકમાં દારૂ પસાર થવાની LCBને બાતમી મળી હતી. જેથી પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી વાળો ટ્રક પસાર થતા ડ્રાઇવરની પૂછપરછ કરતા દારૂ ભરીને સુરત જિલ્લાના મહુવા લઈ જતો હોવાનું જણાવ્યું હતું. ટ્રકમાં ઘઉંના ભૂંસાની આડમાં દારૂ છૂપાવ્યો હતો. જેને પોલીસે ઝડપ્યો હતો.

આ સમગ્ર રેડ દરમિયાન 1.92 લાખનો દારૂની સાથે ટ્રક અને મોબાઈલ રોકડા મળી પોલીસે 5,93,120 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ ડ્રાઇવર આરોપી હજારી ગુજરની ધરપકડ કરવા સાથે અંકિત અને મહાવીર ગુજ્જર નામના બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

સેલવાસથી ટ્રકમાં પ્લાસ્ટિક મિણીયા કોથળીઓમાં ઘઉંના ભૂસાની આડમાં દારૂ પેક થયો હતો. જેમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની બોટલો 1068 નંગ જેની બજારકિંમત 1.92 હજાર હતી. ટેમ્પો સાથે દારૂનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સમગ્ર દારૂનો મુદ્દામાલ ક્યાં લઈ જવાતો હતો તેની પૂછપરછ કરતાં પોલીસને માહિતી મળી હતી કે, આ સમગ્ર મુદ્દામાલ અંકિત નામના વ્યક્તિએ સેલવાસથી ભરાવી આપ્યો હતો અને મહાવીર ગુજ્જર નામનો ઇસમ જે આ ટ્રકની આગળ મારુતિવાનમાં પાયલોટિંગ કરતો હતો અને દારૂ ઝડપાયા બાદ નાસી ગયો હતો. તે દારૂ મહુવા પહોંચાડવાનો હતો. જેને લઇને પોલીસે ચીખલી તાલુકામાં રેડ કરી સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...