ધરપકડ:વચગાળાના જામીન પર ફરાર આરોપીને LCBએ ઝડપ્યો

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • છેલ્લા પાંચ માસથી આરોપી ફરાર હતો

નવસારી જિલ્લામાં છેલ્લા પાંચ માસથી કોરોના મહામારી દરમિયાન આરોપીએ કોર્ટમાંથી વચગાળાના જામીન મેળવ્યા હતા. જામીન બાદ પણ આરોપી પરત ન આવતા તેને ફરાર જાહેર કર્યો હતો. એલસીબીએ આરોપીની ઘરેથી અટક કરવામાં સફળતા મળી હતી.

નવસારી જિલ્લાના નાસતા ફરતા, પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી તથા જેલ ફરારી થયેલ આરોપીઓ પકડવા માટે પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયે એલસીબી પીઆઈ વી.એસ.પલાસને સૂચના આપી હતી. જે અન્વયે એલસીબી હે.કો. ભાવેશકુમાર જયમનલાલ તથા પો.કો. નિમેષભાઇ કાંતિલાલને બાતમી મળી હતી. જેને આધારે પારડી પોલીસમાં પ્રોહિબિશનના ગુનામાં નવસારી સબજેલથી COVID-19 (કોરોના વાઈરસ) અંતર્ગત વચગાળા જામીન ઉપર મુક્ત કરવામાં આવેલ વચગાળા જામીન પરથી ફરાર આરોપી નરેન્દ્રભાઇ છગનભાઇ પટેલ (રહે. ગોઇમા, તા.પારડી, જિ.વલસાડ) હાલ પોતાના ઘરે હાજર છે. આ બાતમીને આધારે એલસીબીએ તેના ઘરે જઈને તેની અટક કરવામાં સફળતા મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...